તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વાયા મઢી બસના રૂટ શરૂ કરવા માંગ, સવારે માત્ર 3 બસ આવે છે

કડોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાયા મઢીનો રૂટ શરૂ ન કરતા ગ્રામજનો, નોકરિયાતોને હાલાકી

કોરોના કાળમાં એસટી તંત્ર દ્વારા રૂટ બંધ કરવામાં આવ્યા હતાં. કોરોના નિયંત્રણમાં આવતાં અનેક રૂટ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ વાયા મઢીનો રૂટ શરૂ ન કરતા ગ્રામજનો, નોકરિયાત વર્ગને ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. એસટી તંત્ર રૂટ કાર્યરત કરે એ જરૂરી છે.

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ વધવાને કારણે એસટીના રૂટ બંધ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવતાં એસટીના રૂટ ધીમેધીમે શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ મઢીના રૂટ શરૂ ન કરતાં ગ્રામજનોએ મુસાફરી કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પહેલા દિવસ દરમિયાન ઘણા એસટી રૂટ વાયા મઢી થઈ પસાર થતા હતાં. પરંતુ હાલ કોરોના કાળ બાદ માત્ર સવારે 6, 7 અને 8 વાગ્યાના રૂટ શરૂ કરવામાં આવ્યા છે. આ સિવાય કોઈ રૂટ શરૂ ન મુસાફરોએ હાલાકી ભોગવવી પડી રહી છે.

બારડોલી સુરત જવું હોય તો બાજીપુરા સુધી લંબાવવુ પડે છે અને ત્યાંથી કોઈ વાહન અથવા એસટીને પકડવી પડે છે. પહેલા 6, 7 અને 8 વાગ્યા બાદ 9.20, 12.45, 1.30, 2.15 અને 3 વાગ્યા બાદ પણ ઘણી બસો મઢી થઈ પસાર થતી હતી. જેથી લોકોને સરળતા રહેતી હતી.

લોકોએ બાજીપુરા સુધી લંબાવવું પડે છે
વાયા મઢીના રૂટ શરૂ કરવામાં આવે તો મઢી તથા આજુબાજુના ગ્રામજનોને રાહત થાય તેમ છે. મઢીથી બસો પસાર ન થતાં લોકોએ બાજીપુરા સુધી લંબાવવું પડે છે. જેથી મુસાફરોએ વધુ રૂપિયાખર્ચ કરવો પડે છે. હાલ પૂરતા બે- ત્રણ રૂટ વાયા મઢી શરૂ કરવામાં આવે તો પડતી મુશ્કેલી દૂર થાય તેમ છે. > તરૂણ શાહ, રહીશ, મઢી

પૂરતા પેસેન્જર ન થતાં રૂટ બંધ કર્યા
હાલ શૈક્ષણિક સંસ્થાઓ બંધ હોવાથી અમૂક રૂટ બંધ છે. અગાઉ રૂટ શરૂ કર્યા હતાં પરંતુ પૂરતા પેસેન્જરોની સંખ્યા ન થતાં બંધ કર્યા છે. લોકોની જરૂરિયાત હોય તે અંગેની મારી પાસે રજૂઆત આવશે તો રૂટ શરૂ કરીશું. > મિલન વાઢેર, ડેપો મેનેજર, બારડોલી

અન્ય સમાચારો પણ છે...