તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી ઉત્સવ:1100 દિવડાથી સાંકરી મંદિરનો શણગાર

કડોદ5 મહિનો પહેલાલેખક: ભાવિક પંચાલ
 • કૉપી લિંક

બારડોલી તાલુકાના સાંકરી ગામે 1971ની સાલમાં પૂ. પ્રમુખ સ્વામી મહારાજે સર્વપ્રથમ સાંકરીમાં મંદિરની પ્રતિષ્ઠા કરી હતી. ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજના આયોજન થકી 1250થી વધુ દેશ - વિદેશમાં મંદિરનું નિર્માણ થયું. આવા મહાતીર્થ સાંકરી ખાતે પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી નિમિત્તે 1,100 દિવડાથી સાંકરી મંદિર ઝળહળી ઉઠ્યું હતું. મંદિરને દિપાવલી ઉત્સવે દિવા અને રંગબેરંગી લાઈટિંગ અને દીવડાથી સુશોભીત કરવામાં આવ્યું છે.

સંતોના સાનિધ્યમાં ગુજરાતી, પંજાબી, બંગાળી, મદ્રાસી, કાઠિયાવાડી સહિતની વિવિધ વાનગીનો ઠાકોરજીને ભોગ ધરાવવામાં આવી હતી. કોરોનાની મહામારીને કારણે અને સરકારની ગાઈડલાઈન અનુસાર બીએપીએસ સંસ્થાના તમામ મંદિરોમાં સાદાઈથી અન્નકુટ મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્શન માટે આવનાર તમામ હરિભક્તોએ કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

100 હરિભક્તોએ મળી મંદિર શણગાર્યું
સાંકરી મંદિરમાં દિપોત્સવ નિમિત્તે 4 મોટી રંગોળી બનાવવામાં આવી હતી.રંગોળી બનાવવા માટે 100 જેટલા યુવા હરિભક્તોએ દિવસ રાત જહેમત ઉઠાવી હતી.1,100 દીવડાથી મંદિરને સુશોભીત કરાયું હતું. 3 જિલ્લાના હરિભક્તો મંદિરે દર્શનનો લાભ લેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો