સૌથી નાનો દિવસ:21 ડિસેમ્બર વર્ષનો સૌથી ટૂંકો દિવસ, આ દિવસથી સૂર્યનું ઉત્તરાયણ શરૂ થશે

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
21 જૂન વર્ષનો સૌથી લાંબો અને 21 ડિસેમ્બર વર્ષનો સૌથી ટૂંકો દિવસ હોય છે - Divya Bhaskar
21 જૂન વર્ષનો સૌથી લાંબો અને 21 ડિસેમ્બર વર્ષનો સૌથી ટૂંકો દિવસ હોય છે
  • દિવસ 10 કલાક 50 મિનીટ અને 44 સેકન્ડનો , રાત 13 કલાક 10 મિનટ અને 14 સેકન્ડની

વર્ષ 2021 વિદાય લઈ રહ્યું છે ત્યારે આવનારી 21 ડિસેમ્બર વર્ષોનો સૌથી નાનો દિવસ રહેશે. 21 ડિસેમ્બરથી રોજ 58થી 50 સેકન્ડ દિવસનો સમય ઘટતો જશે. તેમજ રાત્રીનો સમય વધતો જશે. 21 ડિસેમ્બરે દિવસ 10 કલાક 50 મિનીટ અને 44 સેકન્ડનો દિવસ રહેશે. તેમજ રાત્રી 13 કલાક 10 મિનટ અને 14 સેકન્ડની રાત રહેશે. આ દિવસથી સૂર્યનું ઉત્તરાયણ શરૂ થશે. જોકે, જ્યોતિષોના જણાવ્યા અનુસાર 14 જાન્યુઆરીએ મકરસંક્રાતીથી સૂર્યનું ઉત્તરાયણ કાળ માનવામાં આવે છે.

પંડિતોના અનુસાર હકીકતમાં સૂર્યની ઉત્તરાયણની ગતિ 22 ડિસેમ્બરથી જવાની શરૂ થશે. દિવસનો સમય ઘટશે અને રાત્રીનો સમય વધવાનો ક્રમ 21 ડિસેમ્બરથી ચાર દિવસ એટલે 25 ડિસેમ્બરથી ફરી બદલાવવા લાગશે. ફરીથી રાત્રી ટૂંકી થતી જશે. અને દિવસનો સમય વધતો જશે. દિવસ ઘટવાનો અને રાત્રી વધવાનો આગલા 14 દિવસમાં અંદાજિત 3 મિનીટ અને 36 સેન્કડનું અંતર રહશે. 21 ડિસેમ્બરે સૂર્યદેવનું ઉત્તરાયણમાં પ્રવેશ શરૂ થઈ જશે.

શાસ્ત્રોના જણાવ્યા અનુસાર મકરસંક્રાંતિ બાદ ઉત્તરાયણ થતાં જ દેવતાઓના દિવસ અને અસુરોની રાત શરૂ થઈ જશે. મહાભારતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કે ભીષ્મને સૂર્યનું ઉત્તરાયણ થવા પર જ પ્રાણનો ત્યાગ કર્યો હતો. આના સિવાય પણ ઈતિહાસમાં અનેક ઘટનાઓ આ દિવસે થઈ ચૂકી છે. જેથી આ દિવસોનું મહત્વ વધારે છે. આ સિવાય પૌરાણિક કાળમાં અનેક ઘટનાનો બની ચૂકી છે.

સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઇ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. તેના કારણે 21મી જૂને દિવસ લાંબામાં લાંબો હોય છે.સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવૃત્ત વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત પણ કહેવામાં આવે છે. 21 જૂન પછી સૂર્ય દક્ષિણ દિશા તરફ વળતો હોવાથી તેને દક્ષિણાયન પણ કહેવાય છે. 21 જૂન વર્ષનો સૌથી લાંબો અને 21 ડિસેમ્બર વર્ષનો સૌથી ટૂંકો દિવસ હોય છે.

ડિસેમ્બર માસમાં રોજના સમયમાં થતો ઘટાડો
15 ડિસેમ્બર 10 કલાક 51 મિનીટ 19 સેકન્ડ, 16 ડિસેમ્બર 10 કલાક 51 મિનીટ 09 સેકન્ડ, 17 ડિસેમ્બર 10 કલાક 51 મિનીટ 00 સેકન્ડ, 18 ડિસેમ્બર 10 કલાક 50 મિનીટ 56 સેકન્ડ, 19 ડિસેમ્બર 10 કલાક 50 મિનીટ 49 સેકન્ડ, 20 ડિસેમ્બર 10 કલાક 50 મિનીટ 46 સેકન્ડ, 21 ડિસેમ્બર 10 કલાક 50 મિનીટ 44 સેકન્ડ

22મી ડિસેમ્બરથી દિવસનો સમય સતત વધતો જાય છે
22 ડિસેમ્બર 10 કલાક 50 મિનીટ 45 સેકન્ડ, 23 ડિસેમ્બર 10 કલાક 50 મિનીટ 47 સેકન્ડ, 24 ડિસેમ્બર 10 કલાક 50 મિનીટ 50 સેકન્ડ, 25 ડિસેમ્બર 10 કલાક 50 મિનીટ 56 સેકન્ડ, 26 ડિસેમ્બર 10 કલાક 51 મિનીટ 03 સેકન્ડ, 27 ડિેસેમ્બર 10 કલાક 51 મિનીટ 11 સેકન્ડ, 28 ડિસેમ્બર 10 કલાક 51 મિનીટ 22 સેકન્ડ, 29 ડિસેમ્બર 10 કલાક 51 મિનીટ 34 સેકન્ડ, 30 ડિસેમ્બર 10 કલાક 51 મિનીટ 48 સેકન્ડ, 31 ડિસેમ્બર 10 કલાક 52 મિનીટ 03 સેકન્ડ

અન્ય સમાચારો પણ છે...