તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામા ભંગની ફરિયાદ:વાંસકૂઈમાં સગાઈ પ્રસંગે વધુ લોકો એકત્ર થતાં પાંચ વિરુદ્ધ ગુનો

કડોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવક-યુવતીના માતા પિતા સામે જાહેરનામા ભંગની ફરિયાદ

બારડોલી તાલુકાના વાંસકુઇ ગામે સગાઈના પ્રસંગમાં વધુ માણસોને ભેગા કરી કોરોના ગાઈડલાઇનનું પાલન નહીં કરતાં મઢી ઓપીના જમાદાર દ્વારા જાહેરનામા ભંગનો ગુનો નોંધી પોલીસે યુવક યુવતીના માતા પિતા સહિત પાંચ સામે ગુનો નોંધ્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર વાંસકૂઈ ગામના બાવળી ફળિયામાં રહેતા મીનાક્ષીબેન અશ્વિનભાઈ ચૌધરીના ઘરે સગાઈ પ્રસંગમાં કોરોના ગાઈડલાઇન અને જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. આથી મઢી આઉટ પોસ્ટની ટીમ ત્યાં પહોંચી હતી અને સગાઈ પ્રસંગમાં માણસો ભેગા થયા હતા. જ્યાં વાંસકુઇના દેવસિંગભાઈ બાબુભાઈ ચૌધરીની પુત્રી દિવ્યા અને મહુવારિયાના દિલિપભાઈ રાણાભાઈ ચૌધરીના પુત્ર અજિતની સગાઈ હતી. જેમાં નિયત કરતાં વધુ માણસો ભેગા થયા હોય તેમજ કોરોના ગાઈડલાઇન અને જાહેરનામાનો ભંગ થતો હતો.

આ ઉપરાંત સગાઈ પ્રસંગ માટે તેમની પાસે કોઈ પરવાનગી પણ ન અતિ. આથી પોલીસે યુવતીના પિતા દેવસિંગભાઈ બાબુભાઈ ચૌધરી, માતા કુસુમબેન દેવસિંગભાઈ ચૌધરી, મીનાક્ષીબેન અશ્વિનભાઈ ચૌધરી, યુવકના પિતા દિલિપભાઈ રાણાભાઈ ચૌધરી અને માતા ઇલાબેન દિલિપભાઈ ચૌધરી વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...