તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ખરોલી ગામના યુવકે સગીરાને ગર્ભવતી બનાવતાં ફરિયાદ

કડોદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • થોડા સમયથી યુવકે સગીરા સાથે વ્યવહાર ઓછો કર્યો હતો

બારડોલી તાલુકાના એક ગામમાં રહેતી 17 વર્ષીય સગીરાને માંડવીના ખરોલી રહેતા યુવાને લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. સગીરા ગર્ભવતી બનતાં યુવકે તરછોડતાં સગીરાએ યુવક વિરુદ્ધ ફરિયાદ આપી છે.

બારડોલી તાલુકાના ગામમાં રહેતી 17 વર્ષીય સગીરા મોના (નામ બદલ્યું છે) કડોદ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી. દરમિયાન ટ્યુશનમાં જતી હતી ત્યાં સાથે ભણતા વિદ્યાર્થીને મુકવા આવતો ખરોલીના પ્રફુલ ચૌધરી સાથે ઓળખાણ થઈ હતી. દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. સગીરા 10 ધોરણ બાદ બારડોલી ખાતે કોર્ષ કર્યો હતો. ત્યારબાદ સગીરા બારડોલીમાં નોકરી કરતી હતી. દરમિયાન બંને મળતા રહેતા હતાં. મોનાને લગ્નના સપના બતાવી પ્રફુલ અવારનવાર શારીરિક સંબધ બાંધતો હતો. થોડા સમયથી યુવકે સગીરા સાથેનો વ્યવહાર ઓછો કરી દીધો હતો. અજુગતુ જણાતાં ટેસ્ટ કરાવતાં સગીરા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે યુવકને જાણ કરતાં યુવકે યોગ્ય જવાબ ન આપતાં ઘટના અંગે સગીરાએ યુવક વિરુદ્ધ બારડોલી પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે યુવક વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધયો છે.

યુવક અન્ય લગ્ન કરવાની તૈયારીમાં હતો
ખરોલી ગામે રહેતા યુવાને બારડોલી તાલુકાની એક સગીરા લગ્નની લાલચ આપી અવારનવાર સારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. ત્યારબાદ યુવકે સગીરાને છોડી અન્ય જગ્યાએ લગ્નની કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો