મારામારી:કંટાળી ગામે જમીનના ઝઘડામાં માજી ધારાસભ્યના પુત્ર સહિત 3 વિરુદ્ધ ફરિયાદ

કડોદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બારડોલીના અનિલ કંટાળીના પુત્ર સમીરે બાળકને માર માર્યો

બારડોલી તાલુકાના કંટાળી ગામે માહ્યવંશી મહોલ્લામાં રહેતા પરિવારના દંપતિને દિયર અને નણંદે ખેતર ખેડવા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં પતિને ગુપ્તભાગે માર માર્યો હતો.ે દંપતિ ફરિયાદ આપવા ગયા હતાં ત્યારે ઘરે એકલા દંપતિના બે પુત્રને માજી ધારાસભ્ય અનિલ કંટાળીના પુત્રએ માર મારતાં 3 વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

બારડોલી તાલુકાના કંટાળી ગામે માહ્યવંશી મહોલ્લામાં સોનલબહેન પાનવાલા પરિવાર સાથે રહી જીવન ગુજરાન ચલાવે છે. વિનોદભાઈ જોળવા મિલમા નોકરી કરે છે. 23મીના રોજ સવારે પરિવારે ઘરે હાજર હતું ત્યારે દિયર હિતેશ માહ્યવંશી અને નણંદ ઉર્મિલાબહેન કંથારિયા ઘરના પાછળના ભાગે પાવડો અને કોદાળી લઈને આવ્યાં અને જણાવ્યુ હતું કે તમે ખેતર કેમ ખેડેલ. ત્યારે જણાવેલ કે ખેતર અમારુ છે. એમ કહેતા જ દિયર હિતેશભાઈ નણંદ ઉર્મલાબહેને ગાળા ગાળી કરી ઉશ્કેરાઈ વિનોદભાઈને માર માર્યો હતો.

વિનોદભાઈ અને સોનલબહેન બંને કડોદ ઓપી પર ફરિયાદ આપવા ગયા હતાં. તે દરમિયાન ઘરેથી મોટા દીકરા નયનનો ફોન આવ્યો હતો કે સરપંચ સમીર અનિલ પટેલ (માજી ધારાસભ્ય અનિલ કાંટાળીનો પુત્ર ) આવી મને તથા ભાઈને માર માર્યો હતો, જેમાં ભાઈને ચક્કર  આવી ગયા હતાં. ત્યારબાદ દંપતિ પરત ઘરે આવી કડોદ દીકરાની સારવાર કરાવી હતી. સમગ્ર ઘટના અંગે સોનલબહેને ત્રણે વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...