રક્ષાકવચ:સુરત-તાપીમાં ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિનેશનનો પ્રારંભ

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અભિયાન અંતર્ગત બારડોલીના બાબેન ગામે બાળકોનું રસીકરણ થયું હતું. - Divya Bhaskar
અભિયાન અંતર્ગત બારડોલીના બાબેન ગામે બાળકોનું રસીકરણ થયું હતું.
  • ન્યુમોનિયા અને બેક્ટેરિમિયાના ગંભીર સ્વરૂપો સામે બાળકોને સુરક્ષા આપવા રસીકરણ અભિયાન

સુરત જિલ્લામાં આજ એક વર્ષથી નાની વયના બાળકોનો ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન ( PCV) આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેનો પ્રારંભ નાના ગામોમાંથી કરવામાં આવ્યો હતો. બારડોલીના બાબેન ગામેથી રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સરપંચ ફાલ્ગુનીબહેન પટેલ ઉપસરપંચ ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. બારડોલી તાલુકામાં 37 બાળકોને પીવીસી વેક્સિન આપી સુરક્ષિત કરવામાં આવ્યા હતાં.

આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખી ને અનેક રસીનો ડોઝ મમતા દિવસે આપવામાં આવે છે. તેમાં એક વર્ષથી નાના બાળકોને ન્યુમોકોલ રોગની સામે રક્ષણ આપશે. જોકે, આ રસી ખાનગી હોસ્પિટલોમાં 3000થી 4500 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકાર બાળકોને મફત રસી આપશે. રસીના ત્રણ ડોઝમાંબે પ્રાથમિક ડોઝ અને જે 6 અઠવાડિયે અને 14 અઠવાડિયે આપવામાં આવશે જ્યારે ત્રીજો બુસ્ટર ડોઝ 9 માસે બાળકને આપવામાં આવશે.

અભિયાનના પ્રારંભે બારડોલી તાલુકામાં 37 બાળકોને PCVનો પહેલો ડોઝ અપાયો
વર્ષ 2015માં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વૈશ્વિક ન્યુમોનિયાથી થતાં મૃત્યુમાં ભારતનો હિસ્સો 20 ટકા હતો. વર્ષ 2010માં ભારતાં 1-59 માસના 30 ટકા બાળકોમાં ન્યુમોનિયાથી મૃત્યુનું કારણ ન્યુમોકોકલ ન્યુમોનિયા હતું. ન્યુમોકોકલ કોજુગેટ વેક્સિનએ ન્યુમોકોકસથી થતાં મગજના તાવ, ન્યુમોનિયા અને બેક્ટેરિમિયા સામે રક્ષણ આપે છે. જેથી ભારત સરકારેના નિયમિત રસીકરણમાં PCV ને સામેલ કરી છે.

રસી સંપૂર્ણ સુરક્ષિત અને અસરકારક
બાળકને પીવીસીના 3 ડોઝ આવામાં આવે છે. પીવીસી એક સુરક્ષિત વેક્સિન છે. અન્ય વેક્સિનની જેમ જ આનાથી તમારા બાળકને રસીકરણ બાદ હળવો તાવ અથવા રસી આપેલી જગ્યાએ લાલાશ થઈ શકે છે. એ પ્રમાણિત થઈ ચૂક્યું છે રસી પૂર્ણ રીતે સુરક્ષિત અને સરકારક છે. વેક્સિન અંગેની વધુ માહિતી માટે તમારા નજીકના આશાબહેન અથવા એએનએમનો સંપર્ક કરવો.> ડો. પંકજ ફણસિયા, બારડોલી ટીએચઓ

​​​​​​​તાપી જિલ્લામાં વ્યારાથી વેક્સિનેશનનો શુભારંભ
તાપી જિલ્લા કલેક્ટર એચ.કે. વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ આજરોજ શહેરી આરોગ્ય કેન્દ્ર વ્યારા ખાતે ન્યૂમોકોકલ (PCV) વેક્સીનનું શુભારંભ કાર્યક્ર્મ યોજાયો હતો. આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખ સેજલ રાણા, RDD ડૉ.રૂપલ જેસવાણી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હર્ષદ પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા. આ સાથે જિલ્લામાં 150 મમતા સેશન ખાતે સ્થાનિક પદાધિકારીઓ તથા ગામના આગેવાનો મારફત શુભારંભ કરાવવામાં આવ્યું હતું જેમાં 280 બાળકોને PCV રસી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...