ગ્રહ-નક્ષત્ર:દિવાળીમાં ચર્તુગ્રહી યોગ, તુલા રાશિમાં ચાર ગ્રહ એકસાથે

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીના દિવસે સૂર્ય, બુધ, મંગળ અને ચંદ્ર એક સાથે તુલા રાશિમાં રહેશે

રોશનીના પર્વ એવા દિવાળીની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે દિવાળીમાં તુલા રાસીમાં ચાર ગ્રહ એક સાથે રહેશે. જેથી ચર્તુગ્રહી યોગ બન્યો છે. યજ્ઞાચાર્યજીના જણાવ્યા અનુસાર આ યોગ કેટલીય રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે એમ છે. આ વર્ષે દીવાળી વધુ ખાસ બનશે. દિવાળીના દિવસે સૂર્ય, બુધ, મંગળ અને ચંદ્ર એક સાથે તુલા રાશિમાં રહેશે. જેથી આ વર્ષે દીવાળી તમામ માટે શુભ સાબિત થશે. યજ્ઞાચાર્યજી હિરેનભાઈ જાનીના જણાવ્યા અનુસાર મિથુન રાશિના પાંચમાં સ્થાનમાં ચર્તુગ્રહી યોગ રહેશે, જેથી આ રાશિ મિથુન રાશિના જાતકો માટે ખૂબ ફાયદાકારક રહેશે. આ દરમિયાન બૌધિક વિકાસ થશે અને કારકિર્દીમાં પ્રગતિ થવાની શક્યતા છે.

શિક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ ચર્તુગ્રહી યોગ વધુ લાભદાયક સાબિત થશે. હિરેનભાઈ જાનીના જણાવ્યા અનુસાર કર્ક રશિના ચોથા ભાવમાં ચર્તુગ્રહ યોગ બનશે, જેથી ધનલાભના સંકેત છે. લક્ષ્મી માતાની કૃપા રહેશે અને વાહન સુખની પ્રબળ સંભાવના છે. તેમજ રોકાણ કરવાથી પણ લાભ થવાની શક્યતા છે. આજ પ્રકારે કન્યા રાશિના જાતોના બીજા ભાવ માટે આ યોગ બની રહ્યાં છે, જેથી માન પ્રતિષ્ઠામાં વૃદ્ધ થશે. સમાજમાં માન સન્માન વધશે. કારર્કિદીને લગતા શુભ સમાચાર પ્રાપ્ત થવાની શક્યતા છે. આ દરમિયાન તમારી વાણી પ્રભાવશાલી બનશે.

ધન અને મકર રાશિને થશે ફાયદો, રોકાણમાં પણ લાભ
આ વર્ષે દિવાળીમાં ધન રાશિમાં 11માં સ્થાનમાં આ યોગ બનશે. આ દરમિયાન રોકાણમાં ઘણો લાભ થવાની શક્યતા છે. જો તમે કોઈ વ્યવસાયમાં ઝંપલાવવા માંગતા હોય તો વધુ નફો થવાના સંકેત છે. ધનરાશિના જાતકોને પોતાના વડીલો તરફથી સાથ સહકાર મળવાની શક્યતાઓ રહેલી છે. તેમજ મકર રાશિના 10માં સ્થાને ચાર ગ્રહની યુતિ થશે, જેના કારણે નોકરિયાત વર્ગોને ધનલાભ થવાની શક્યતા રહેલી છે. નોકરીની સમસ્યા દૂર થશે. જો કોઈ વેપાર શરૂ કરવા માંગતા હોય તો આ સમય શ્રેષ્ઠ છે.

શ્રદ્ધા ભાવથી માતા લક્ષ્મીની પૂજા સમૃદ્ધિ અપાવશે
દિવાળીના તહેવારમાં લક્ષ્મીમાતા અને ગણપતિજીની પૂજા કરવામાં આવે છે. માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. જે ભક્ત ભક્તિભાવથી પૂજા અર્ચના કારવામાં આવે તો તેના પર પોતાની કૃપા વર્ષાવે છે. જેથી પરિવારમાં ધન ધાન્યની કમી રહેતી નથી. નિર્માણ થનાર યોગમાં જે રાશિને લાભ થશે તેમણે શ્રદ્ધા પૂર્વક ભક્તિભાવથી પૂજા કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

અન્ય સમાચારો પણ છે...