કોરોના વોરિયર્સ:પાયલોટ ડે ની ઉજવણી કરી પાયલોટનો ઉત્સાહ વધાર્યો, 108ના 280 પાયલટનું બેજ આપી સન્માન

કડોદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

26મી મે પાયલોટ ડે તરીક મનાવવામાં આવે છે. જે અંતર્ગત 108માં ફરજ બજાવતાં પાયલોટનું સન્માન કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીમાં ખડેપગે દિવસ રાત સેવા આપતાં 108ના પાયલોટને બેજ આપી જુસ્સો વધારવામાં આવ્યો છે. ગુજરાતમાં કાર્યરત 108 ઈમરજન્સી એમબ્યૂલન્સમાં ફરજ બજાવતાં પાયલોટનું 26મી મેના રોજ પાયલોટ દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો.  સુરત જિલ્લામાં કુલે 280 જેટલા પાયલોટો ફરજ બજાવે છે. જેઓ કોરોના વારયરસની મહામારીમાં ખડેપગે ઊભા રહી દિવસ રાત સેવા આપી સરાહનીક કામગીરી કરી રહ્યાં છે. કોરોના ગ્રસ્ત દર્દીને લઈ જવા સહિત અન્ય કેસો મેડિકલ ઈમરજન્સીમાં પણ નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી રહ્યાં છે.

આવી કપરી પરિસ્થિતિમાં 108ના પાયલોટનો જુસ્સો વધે એ માટે પાયલોટ દિને કોરોના વોરિયર્સનો બેચ આપી સન્માન કરવામાં આવ્યા હતાં. સુરત જિલ્લાના મેડિકલ એક્ઝીક્યુટીવ હેડ 108ના રાજીવ ગાવિતે માહિતી આપતાં જણાવ્યું હતું કે પાયલોટ ડેની ઉજવણી કરી ઉત્સાહ વધાર્યો છે. ગમે તેવી પરિસ્થિતિમાં અમારો સ્ટાફ અડગ રહી હંમેશા સેવા આપી લોકોના જીવ બચાવી રહ્યો છે. તેમનો ઉત્સાહ જળવાય રહે તે માટે કોરોના વોરિયર્સ તરીકે તેમનું સન્માન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...