તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેન નહીં તો વોટ નહીં:10 મહિનાથી બંધ ભુસાવલ લાઈનની બે ટ્રેન શરૂ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર

કડોદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
મઢી રેલવે સ્ટેશન પર પોસ્ટર લઇ વિરોધ નોંધાવી રહેલા પાસ હોલ્ડરો. - Divya Bhaskar
મઢી રેલવે સ્ટેશન પર પોસ્ટર લઇ વિરોધ નોંધાવી રહેલા પાસ હોલ્ડરો.
 • મઢીના પાસ હોલ્ડરોનું ટ્રેન શરૂ કરવા રેલવેને આવેદન
 • ટ્રેનના માસિક પાસ જેટલું પેટ્રોલ 1 દિવસમાં જ ધુમાડો થઇ જાય છે

બારડોલી તાલુકાના મઢી પંથકમાં મોટી સંખ્યામાં નોકરી ધંધા અર્થે ટ્રેનમાં સુરત અપડાઉન કરે છે. કોરોના કારને કારણે સુરત ભુસાવલ રેલવે લાઈન પર દોડતી મેમુ ટ્રેન બંધ કરવામાં આવી છે. હવે કોરોનાનું સંક્રમણ ઘટતા નોકરી ધંધા પૂરજોશમાં ચાલુ થઈ ગયા છે. પરંતુ મેમુ ટ્રેન શરૂ ન કરતાં પાસ હોલ્ડરોએ ખાનગી વાહનનો સહારો લેવો પડે છે, જેમાં રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે. નોકરિયાતના પગારના અડધા ઉપર રૂપિયા ભાડામાં થઈ જતાં આર્થિક ભીસમાં મુકાયા છે. જેથી પેસેન્જરો એકત્ર થઈ મઢી રેલવે અધિકારીને આવેદનપત્ર આપી મેમુ ટ્રેન ચાલવુ કરવા માંગ કરી છે.

સાથે સાથે ટ્રેન ન ચાલુ થાય તો મતાધિકારથી અળગા રહેવાની ચીમકી આપી છે. નો ટ્રેન નો વોટ ના નારા સાથે પેસેન્જરોએ માંગ પ્રબળ કરી છે. સુરત ભુસાવલ ટ્રેક પર દોડતી પેસેન્જર ટ્રેનનો ગામડામાંથી સુરત નોકરી ધંધા અર્થે જતા લોકો ઉપયોગ કરે છે. કોરોનાને કારણે 10 માસથી સવારે 6.00ની ભુસાવલ, 8.00ની નંદુરબાર સુરત અને સાંજની મેમુ ટ્રેન બંધ કરી હતી. જોકે, જે તે સમયે લોકડાઉનને કારણે કોઈ સમસ્યા સર્જાય ન હતી. પરંતુ હાલ ધીમેધીમે જનજીવન પાટે આવતા ધંધા રોજગાર શરૂ થયા છે, જેના કારણે બંધ ટ્રેનને કારણે મઢી તેમજ તેની આજુબાજુના ગામોના અંદાજિત 600 ટ્રેનથી મુસાફર કરતાં નોકરિયાતોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જેટલા રૂપિયામાં મઢીથી સુરતનો મહિનાનો પાસ નીકળતો હતો તેના કરતાં વધુ રૂપિયાનું એક દિવસમાં વાહનમાં પટ્રોલ ખર્ચ થાય છે. નોકરી કરવા ખાનગી વાહનમાં જાય તો અડધો પર પગાર તો માત્ર ભાડામાં જ જતો રહે છે. જેથી મુસાફરો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. અવાર નવાર રજૂઆત કરવા છતાં હજુ પણ ટ્રેન ન ચાલુ થતાં પાસ હોલ્ડરોએ ` NO TRAIN NO VOTE ` ના નારા સાથે પોતાની માંગ સાથે મઢી રેલવે સ્ટેશનના અધિકારીને આવેદન આપી જલદીથી ટ્રેન શરૂ કરવા માંગ કરી છે.

રોજ 200નો ખર્ચો થતાં નોકરિયાતો મુશ્કેલીમાં
મઢીથી સુરત જવાનો માસિક પાસના 170 રૂપિયા થાય છે, જ્યારે મઢીથી સુરત જવા માટે બાઇકમાં 200 રૂપિયાનું પેટ્રોલ એક દિવસમાં જાય છે. હવે સામાન્ય નોકરી કરતાં લોકોને કેવી રીતે પરવડે.

અમે આર્થિક અને માનસિક રીતે ત્રસ્ત થયા
મઢી તેમજ આજુબાજુના ગામના 600 જેટલા લોકો નોકરી ધંધા અર્થે સુરત હીરા અને ટેક્સટાઈલ તેમજ કડોદરા વિસ્તારમાં મિલમાં નોકરી માટે જાય છે. કોરોના કાળથી ટ્રેન બંધ થઈ છે હજુ ચાલુ ન થતાં નોકરી ધંધાએ જવામાં મુશ્કેલી પડે છે. ખાનગી વાહનમાં ભાડુ વધુ થાય છે. અમે લોકો આર્થિક અને માનસિક રીતે ત્રસ્ત થઈ ગયા છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં હાલ NO TRAIN NO VOTE નું સૂત્ર અપનાવી મતાદનથી અળગા રહીશું. - જેનિશભાઈ શાહ, મઢી પાસ હોલ્ડર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો