તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરો બન્યા વિદ્યામંદિર:હાલ બાળકો શાળા નથી આવતા તો શિક્ષકો ઘરે જઇ ભણાવે છે

કડોદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
વિદ્યાર્થીઓને ઘરે જઇ ભણાવી રહેલા દાસ્તાન શાળાના શિક્ષકો. - Divya Bhaskar
વિદ્યાર્થીઓને ઘરે જઇ ભણાવી રહેલા દાસ્તાન શાળાના શિક્ષકો.
 • દસ્તાન પ્રા. શાળાના શિક્ષકો વિદ્યાર્થીને ઘરે જઈ શિક્ષણ પીરસી રહ્યા છે

છેલ્લા 11 મહિનાથી કોરોનાને કારણે શાળા બંધ છે. સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણની પદ્ધતિ અપનાવવામાં આવી છે, જેમાં પણ જિલ્લા પંચાયત હસ્તકની શાળામાં આવતા બાળકોને ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી હોય દસ્તાન શાળાના શિક્ષકોએ શાળાએ બાળકો ન આવી શકતા હોય તો શિક્ષકો બાળકોના ઘરે પહોંચ્યા છે. શિક્ષક ઘરે જઈ બાળકોને શિક્ષણ આપી પોતાનો ધર્મ નિભાવી રહ્યાં છે. ઓનલાઇ શિક્ષણને લઇ શિક્ષકો ચિંતિત હતાં. પહેલા શાળામાં શિક્ષકોનો સમય 8થી 12 વાગ્યા સુધીનો હતો, જ્યારે હાલ શાળાનો 10.30થી 5.30નો થઈ ગયો છે.

જેથી શિક્ષકોએ પણ ઓનલાઈન શિક્ષણ આપવું શક્ય ન હોય. ઘણી સમસ્યામાં બાળકોનું શિક્ષણ બગડતું હતું. જે અંગે પલસાણા તાલુકાના દસ્તાન શાળાના શિક્ષકોએ શેરી શિક્ષણ આપવાનું સુંદર આયોજન કર્યું છે, જેમાં શિક્ષકો 15-20ના ગ્રુપમાં વિદ્યાર્થીઓને બોલાવે છે અને કોવિડની ગાઈડલાઈન અનુસાર શિક્ષણ કાર્ય આપી રહ્યાં છે. છેલ્લા ઘણા મહિનાઓથી બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપી પોતાનો શિક્ષકધર્મ નિભાવી રહ્યાં છે.

શિક્ષણકાર્ય 2 પાર્ટમાં વહેંચાયું
શાળાએ આવતાં શિક્ષકો ધોરણ1થી 5ના વિદ્યાર્થીઓને 10.30થી 2.00 વાગ્યા સુધી શિક્ષણ આપે છે. જ્યારે 6થી 8ના વિદ્યાર્થીઓને 3.00થી 5.00 વાગ્યા દરમિયાન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

શેરી અને ફળિયામાં શિક્ષણનો યજ્ઞ
કોરોનાને કારણે બાળકો શાળામાં આવી શકતા નથી અને ઓનલાઈન શિક્ષણમાં ઘણા બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે.જેથી બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે શાળાના શિક્ષકો શેરી-ફળિયામાં જઈ બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપી રહ્યાં છે. - વિશાલ ખત્રી, દસ્તાન પ્રા. શાળા, આચાર્ય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો