તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂત પોર્ટલ:સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ માટે 17 જુલાઈ સુધી અરજી કરી શકાશે

કડોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લાના સીમાંત ખેડૂતો અને ખેત મજૂરો સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ સહાયીત દરે મેળવવા i-ખેડૂત પોર્ટલ પર તા.17/07/2021 સુધી અરજી કરી શકશે.સરકાર કૃષિ વિકાસ તેમજ ખેડૂતોના કલ્યાણ માટે કાર્યશીલ ત્યારે રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને ખેતીવાડીને લગતી માહિતી સરળતાથી મળી રહે તે હેતુસર i -ખેડૂત પોર્ટલ તૈયાર કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત ખેડૂતો ખેતીવાડી ખાતાની સહાય યોજના, કૃષિ પેદાશો તેમજ બજારભાવની જાણકારી આંગળીના ટેરવે મેળવી શકે છે.

જિલ્લામાં સીમાંત ખેડૂતો કે જેઓ પાસે ખૂબ ઓછી જમીન હોય તેમજ ગ્રામ્યકક્ષાએ ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેવા ખેત મજૂરોને ખેતી કામમાં વધુ પરિશ્રમ ન કરવો પડે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થાય તેથી સીમાંત ખેડૂતો અને મજૂરોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ સહાયીત દરે આપવાની યોજના અમલી બનાવી છે. યોજના અંતર્ગત સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ મેળવવા i -ખેડૂત પોર્ટલ પર તા.17/07/2021 સુધી અરજી કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...