તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બસ સેવા શરૂ કરો:પુરતા મુસાફરો છતાં કડોદ-સુરત બસ શરૂ ન કરાતાં રોષ

કડોદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
કદોડની સવારની બસ બંધ થતાં અન્ય બસોમાં ચિક્કાર ભીડ થઇ રહી છે. - Divya Bhaskar
કદોડની સવારની બસ બંધ થતાં અન્ય બસોમાં ચિક્કાર ભીડ થઇ રહી છે.
 • અનેક રજૂઆત છતાં એસટી દ્વારા અત્યંત વ્યસ્ત રૂટ શરૂ ન કરાતા મુશ્કેલી

છેલ્લા 11 મહિનાથી કોરોનાને કારણે સવારની 8.30 વાગ્યાની કડોદ- સુરત બસ બંધ કરવામાં આવી છે. કડોદ સહિત આજુબાજુ ગામના મુસાફરોએ નોકરી ધંધા અર્થે બારડોલી, કડોદરા સુરત શહેરમાં જાય છે. જે મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુસાફરોએ માંડવી સુરત બસ પર નિર્ભર રહેવું પડે છે. માંડવી સુરત બસમાં અંદાજિત 90થી 95 મુસાફરોને ભરીને જાય છે. સવારે 8.30 વાગ્યાની કડોદ સુરત બસ શરૂ કરવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતા એસટી વિભાગ દ્વારા ન શરૂ કરતાં રોષ જોવા મળી રહ્યો છે. જો બસ શરૂ ન કરવામાં આવે તો ગાંધી ચિધ્યા માર્ગે બસ રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

હાલ કોરોનાની સ્થિતિ સામાન્ય થતા બસોના રૂટ રાબેતા મુજબ કાર્યરત કરવામાં આવ્યા છે. પરંતુ સવારે 8.30 વાગ્યે કડોદથી ઉપડતી કડોદ-સુરત (ચાંદની) બસનો રૂટ શરૂ કરવામાં આવ્યો નથી. આ બસમાં મહત્તમ નોકરિયાત અને શાળા- કોલેજના વિદ્યાર્થીઓ અપડાઉન કરતાં હતાં. આ બસમાં પુરતો ટ્રાફિક મળતો હોવા છતાં શરૂ ન કરતાં આશ્ચર્ય ફેલાયું છે. સાથેસાથે મુસાફરોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.

કડોદથી અંદાજિત 50 અને અન્ય ગામોમાંથી 25 મુસાફરો બસ સેવાનો લાભ લેતા હતાં. આ રૂટ શરૂ ન કરતાં મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. રૂટ શરૂ કરવા અંગે અવાર નવાર બારડોલી ડેપોમાં રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓ વાત કાને લેતા નથી. ભૂતકાળમાં કડોદ ગામે સમસ્યાનો ઉકેલ ન આવતાં બસ રોકો આંદોલન કર્યું હતું. સવારે 8.30ની શરૂ ન થતાં મુસાફરો માંડવી- સુરત બસનો સહારો લઈ રહ્યાં છે.

અન્ય બસ માટે કલાકો રાહ જોવી પડે છે
બારડોલીથી કડોદ જવા માટે રાત્રિના સમયે 7.10 વાગ્યે બારડોલી-માંડવી બસ આવતી હતી. જે બસ પણ કોરોનાને કારણે બંધ કરી દેવામાં આવતાં હાલ કડોદ જવા માટે સાંજે 6.30 વાગ્યા બાદ 7.45 કલાકે જ બસ મળે છે. આ દરમિયાન મુસાફરોએ બસ સ્ટેન્ડ પર બસની કલાકો સુધી રાહ જોવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો