લગ્નસરા શરૂ:4 માસ બાદ આજથી પુનઃ લગ્નની શરણાઈઓ ગૂંજશે

કડોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવેમ્બર અને ડિસેમ્બર માસમાં લગ્નના 12 શુભ મુહૂર્ત, 15 ડિસેમ્બરથી કમૂરતા

ચાર્તુમાસના લાંબા વિરામ બાદ હવે લગનસરા સિઝન 15મી નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે. દેવ ઉઠી અગિયારસથી શુભ કાર્યોનો પ્રારંભ થયો છે. 4 મહિના બાદ જિલ્લામાં લગ્નની શરણાઈઓ ગુંજતી થઈ છે. આ વર્ષે 15 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં કુલ 12 શુભ મુહૂર્ત છે. જે શુભ દિવસોમાં મોટી સંખ્યામાં લગ્નનું આયોજન થયું છે. દેવઉઠી અગિયારસ આ દિવસે ભગવાન વિષ્ણુ 4 માસની નિદ્રા પૂર્ણ કરીને જાગે છે જેથી દેવ ઉઠી અગિયારસ તરીકે ગણાય છે. ત્યાર બાદ જ શુભ કાર્યોની શરૂઆત કરવામાં આવે છે.

કોરોના કાળમાં મુલતવી રાખેલા લગ્નો હવે કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતાં આ વર્ષે લગ્નનું આયોજન કર્યું છે. જેમા દેવ ઉઠી અગિયારસ અને તુલસી વિવાહથી લગ્ન સિઝન શરૂ થાય છે. અડધો નવેમ્બર અને અડધો ડિસેમ્બરમાં કુલ 12 શુભ મુહૂર્ત હોવાનું જાણકારો કહે છે. જેમાં નવેમ્બર માસમાં 7 અને ડિસેમ્બર માસમાં 5 છે. 400 મહેમાનોની મર્યાદા સાથે લગ્નનું આયોજન કર્યું છે.

જેમાં મહત્તમ લોકોએ ઘર આંગણે લગ્ન પ્રસંગ કરવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળેલ છે. બારડોલી નગરની વાડીઓમાં મોટા પ્રમાણમાં લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે બારડોલી નગરમાં આવેલી વાડીઓમાં 50 વધુ બુકિંગ નોધાઈ ચૂક્યા છે. જે ગત વર્ષ કરતાં સારુ હોવાનું સંચાલકો જણાવી રહ્યાં છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે સરકાર લગ્ન પ્રસંગમાં વધુ માણસોની છુટ આપે તો વધુ બુકિંગ થવાની શક્યતા છે.

આગામી એક માસમાં લગ્નના મુહૂર્ત
નવેમ્બર | 16, 20, 21, 22, 26, 28, 29 અને 30 તારીખ
ડિસેમ્બર | 1, 7, 9 ,11 , 13 અને 14 તારીખે લગ્નના મુર્હૂત

​​​​​​​નવા વર્ષમાં ધનારક કમુરતા, શુક્ર અને ગુરુ અસ્ત
યગ્નાચાર્ય હિરેનભાઈ જાનીના જણાવ્યા અનુસાર ધનારક કમુહૂરતા તેમજ શુક્ર અને ગુરુ ગ્રહની અસ્તની સ્થિતિમાં લગ્ન થઈ શકતા નથી. જે મુજબ 15 ડિસેમ્બર 2021થી 14 જાન્યુઆરી 2022 સુધી સૂર્ય ધન રાશિમાં રહેતા ધનારક કમુરતા રહેશે. આ દરમિયાન 5થી 12 જાન્યુઆરી સુધી શુક્ર ગ્રહ અસ્ત રહેશે. જ્યારે 21 ફેબ્રુઆરીથી 22 માર્ચ સુધી ગુરુ ગ્રહ પણ અસ્તનો થતો હોઈ. આ સમયગાળામાં લગ્નની સિઝનને બ્રેક લાગશે. વિક્રમ સંવત 2078માં 17 જુલાઈ, 2022ને રિવવારથી ચાતુર્માસ શરૂ થતો હોવાથી વર્ષના અંત સુધીમાં લગ્નનું કોઈ શુભ મુહૂર્ત નથી.

અન્ય સમાચારો પણ છે...