બારડોલી તાલુકાના વાઘેચા તાપી નદીના કિનારે આવેલ વાઘેશ્વર મહાદેવ મંદિરે વર્ષે હનુમાન જયંતી નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લેશે. દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે. 16મી એપ્રિલ ચૈત્રી પૂનમ હનુમાન જન્મોત્સવ નિમિત્તે બારડોલી તાલુકાના વાઘેચા ખાતે તાપી નદી કિનારે આવેલ પૌરાણિક વાઘેશ્વર મહાદેવ મંદિરે મેળાનું આયોજન કરવામાં આવે છે.
રમણિય તાપી નદીના કિનારે આવેલ મંદિરે ભક્તે દર્શન કરી કુદરતી સૌદર્યને માણે છે. વાઘેચા મંદિરના ટ્રસ્ટી કેતનભાઈ પટેલ (મોટીફળોદ)નાઓએ જણાવ્યું હતું કે ગત બે વર્ષ કોરોના કાળને કારણે મેળાનું આયોજન કરવામાં આવ્યું ન હતુ. આ વર્ષે કોરોનાની સ્થિતિ સારી હોવાથી લોકો આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. મંદિર પરસરમાં વિશાળ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં 500 જેટલા ખાણી પીણીના સ્ટોલ, રમકડા, જીવન જરૂરિયાતની વસ્તુ તેમજ મનોરંજન માટે ચકડોળ સહિતની રાઈડો પણ હોય છે. આ મેળામાં આજુબાજુના ગામો સહિત સુરત શહેરના લોકો આવે છે. આ દિવસે મંદિરમાં સવારથી ધાર્મિક કાર્યક્રમ સહિત બપોરે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમન સફળ બનાવવા માટે ટ્રસ્ટી મંડળના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.