તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:મઢીમાં હાર્ડવેરની દુકાન શરૂ કરવા આવેલો સુરતનો યુવક ગુમ થયો

કડોદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ દિવસથી ઘરે ન પહોંચતા ફરિયાદ

સુરતના સચીન ખાતે રહેતો યુવક બારડોલીના મઢી ખાતે હાર્ડવેરની દુકાન ચાલુ કરવાનો હતો. જે અંગે 12મીના રોજ પોતાની દુકાનમાં સામાન ગોઠવવા માટે આવ્યો હતો. ત્યારબાદ ઘેર નહીં પહોંચતાં પરિવારજનોએ યુવાન ગૂમ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સુરત શહેરના સચીન ખાતે રહેતો યુવક દિનેશભાઈ ભાનાભાઈ સીરવી (30) (મૂળ રહે. પાલી, રાજસ્થાન) જેઓ હાર્ડવેરનો વેપાર કરતાં હતાં. દિનેશભાઈએ બારડોલી તાલુકાના મઢી ખાતે હાર્ડવેરની દુકાન ચાલુ કરવાના હોય.

12મી નવેમ્બરના રોજ મઢી ખાતે હાર્ડવેરનો સામાન મુકવા માટે આવ્યા હતાં. સામાન મુકીને મોડી રાત્રી સુધી ઘરે ન પહોંચતાં પરિવાર ચિંતિત બન્યું હતું. પરિવારજનોએ શોધખોળ આદરી હતી. પરંતુ કોઈ પણ પત્તો ન લાગતા પરિવારે ગુમ જાણવા જોગ ફરિયાદ આપતાં મઢી ઓપીના જમાદાર મુકેશભાઈએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો