અકસ્માત:મોરી પાસે ટ્રકની અડફેટે બારડોલીના યુવકનું મોત

કડોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં મોરી ગામની સીમમાંથી બાઇક ઉપર પસાર થઈ રહેલ યુવાનને એક ટ્રક ચાલકે અડફેટે લેતા યુવકને ગંભીર ઈજા પહોંચતાં સુરત સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

બારડોલી નગરના ગાંધી રોડ પર આવેલ ખોડિયાર નગર સોસાયટીમાં રહેતા સંજયભાઇ ઇશ્વરભાઇ ચૌધરી (46) નાઓ કે જે સુરત કપડાની દુકાનમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. અને તેઓ છેલ્લા એક વર્ષથી કેસરકુંજ સોસાયટીમાં રહેતી તેમની બહેન સાથે રહે છે. ગત તા-30 ઓક્ટોબરના રોજ તેઓ સુઝુકી એક્સેસ મોપેડ નંબર (GJ-19BB-3390) ઉપર સવાર થઈ મોરી ગામની સીમમાંથી પસાર થઈ રહયા હતા. તે સમયે પૂર ઝડપે હંકારી આવેલ એક ટ્રક નંબર (GJ-21-W-9081) ના ચાલકે સંજયભાઈની મોપેડ ને અડફેટે લીધી હતી. સર્જાયેલા અકસ્માતમાં તેમને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...