તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ સ્પેમ્પ:21 જુને ટપાલો પર લાગશે વિશ્વ યોગ દિવસનો સ્પેશિયલ સ્ટેમ્પ

કડોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બારડોલીમાં પણ 700 જેટલી પોસ્ટ પર વિશેષ સ્પેમ્પ મરાશે

21મી જૂન-2021 ના દિવસે ભારતીય ટપાલ વિભાગ વિશ્વ યોગ દિવસના ઉદ્દેશ સાથે એક વિશેષ રદ સ્ટેમ્પ (સ્પેશિયલ કેન્સલેનશ સ્ટેમ્પ)ને સમગ્ર ભારતની પ્રજા સમક્ષ અવગત કરાવવા જઈ રહ્યું છે. આ અનોખી કામગીરી 7 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. ભારતીય ટપાલ વિભાગ તેની વિશેષ રદ સ્ટેમ્પ ભારતની 810 હેડ પોસ્ટ ઓફિસો દ્વારા સમગ્ર ભારતમાં રજૂ કરવા જઈ રહ્યું છે.

આ ઉજવણી અત્યાર સુધીની સૌથી મોટી ફિલાટેલીક ઉજવણીઓમાંની એક ઉજવણી બની રહેશે. 21 મી જૂન-2021ના રોજ ભારતની તમામ હેડ પોસ્ટ ઓફિસોમાં એ દિવસે બુકિંગ થયેલી તમામ ટપાલોમાં આ વિશેષ રદ સ્ટેમ્પની છાપ લગાવશે. આ વિશેષ રદ સ્ટેમ્પની આકૃતિમાં હિન્દી અને ઈંગ્લીશ બન્ને ભાષામાં લખાયેલા ગ્રાફિક સાથે રજૂ થશે. આવા રદ્દ થયેલા સ્ટેમ્પ સંગ્રહયોગ્ય હોય છે.

અન્ય સમાચારો પણ છે...