સેવા કાર્ય:મંદિરમાં સફાઈકામ કરતી યુવતીના નિવૃત્ત શિક્ષકે લગ્ન કરાવ્યા

કડોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકાના કડોદ ગામે આવેલા શિવ મંદિરમાં સાફ સફાઈનું કામ કરતી દીકરી ટીનુબહેન રાઠોડ ઉંમરલાય થતાં ગામમાં રહેતા 90 વર્ષીય નિવૃત્ત શિક્ષક હર્ષદભાઈ વ્યાસે યોગ્ય મૂરતિયો શોધી લગ્ન કરાવ્યા હતાં. હર્ષદભાઈના કાર્યથી ગ્રામજનો પ્રેરાઈને લગ્ન પ્રસંગમાં સહકાર આપ્યો હતો. ટીનું રાઠોડને લગ્ન જીવન બાદ ઘરમાં ઉપયોગી સમાન, લગ્નમાં રસોઈ સહિતની વસ્તુ માટે જીઈબીના અધિકારી પાઠક, હેમાશુંભાઈ પટેલ, કૌશિકભાઈ વ્યાસ, રોહિતભાઈ રાવલ તથા પ્રકાશભાઈ રાઠોડે જવાબદારી ઉપાડી કાર્યને પાર પાડ્યું હતું. જેમાં ગ્રામજનોએ પણ સહકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...