તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્વ વિશેષ:8 વર્ષ બાદ આ જન્માષ્ટમીએ દ્વાપર જેવો વિશેષ સંયોગ

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત અને તાપી જિલ્લામાં કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારી, ઠેર-ઠેર વિશેષ પૂજા

30મી ઓગસ્ટના રોજ ગોકુળ આઠમનો તહેવાર છે, જે આ વર્ષે વિશેષ સંયોગ બન્યો છે. હિન્દુ પંચાગ અનુસાર આઠ વર્ષ બાદ આવા આવો સંજોગ બની રહ્યો છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભદ્ર કૃષ્ણ અષ્ટમી તિથી, બુધવાર, રોહિણી નક્ષત્ર તેમજ વૃષભ રાશિમાં મધ્ય રાત્રીએ થયો હતો. આ સંયોગમાં વ્રત રાખવાથી મનુષ્યને ત્રણ જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે. યજ્ઞાચાર્યજી હિરેનભાઈ જાનીના જણાવ્યા અનુસાર આ વર્ષે 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી પર આઠ વર્ષ પછી દ્વાપર જેવા સંયોગ બની રહ્યાં છે. જે અતિ દુર્લભ મનવામાં આવે છે.

6 તત્વોના દુર્લભ મિલનને કારણે આ જન્માષ્ટમીએ વ્રત રાખનારને પાપોથી મુક્તિ મળશે
શ્રીમદ ભાગવતના અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્ર કૃષ્ણ અષ્ટમી, બુધવાર રોહિણી નક્ષત્ર તેમજ વૃષભ રાશિમાં મધ્યરાત્રીએ થયું હતું. યજ્ઞાચાર્યજીએ વધુમાં જણાવ્યું હતું કે શાસ્ત્રોમાં કહ્યું છે કે જન્માષ્ટમીએ છ તત્વોનું એક સાથે મિલન દુર્લભ માનવામાં આવે છે. આ છ તત્વ ભાદ્ર કૃષ્ણ પક્ષ, અર્ધ રાત્રી કાલીન અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર, વૃષભ રાશિમાં ચંદ્ર, તેમજ સોમવાર અથવા બુધવારનો દિન હોવો. આ વખતે આવા સંયોગ 30 ઓગસ્ટના રોજ બની રહ્યાં છે.

સવારથી રાત્રિના બે વાગ્યા સુધી ગોકુળ આઠમ રહેશે, બાદમાં નોમનો પ્રારંભ
સોમવાર સવારથી રાત્રીના 2.00 વાગ્યા સુધી આઠમ છે. આજ રાત્રીથી નવમ પણ શરૂ થઈ જશે. વૃષભ રાષિમાં ચંદ્રમાં છે. આ સંયોગ સાથે રોહિણી નક્ષત્ર પણ 30 ઓગસ્ટના રોજ છે. ધાર્મિક વિષયના તજજ્ઞો આ આ વર્ષે જન્માષ્ટમીને વધુ ઉત્તમ ગણી રહ્યાં છે. નિર્ણય સિંઘુ નામના ગ્રંથ અનુસાર આવા સંયોગ જ્યારે જન્માષ્ટમી પર આવે છે. બ્રાહ્મણોના મત મુજબ આ સંયોગમાં વ્રત કરવાથી ત્રણ જન્મના પાપોમાંથી મનુષ્યને મૂક્તિ મળે છે.

અન્ય સમાચારો પણ છે...