ચોમાસાનું આગમન:8 વર્ષ બાદ દ. ગુ.માં ચોમાસાએ 5 દિવસ પહેલા દસ્તક આપી

કડોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેઋૃત્વ ચોમાસું કેરળ થઈ ને ગોવા અને મહારાષ્ટ્રના મુંબઈ બાદ દ. ગુજરાતમાં પ્રવેશે છે. ગત 10 તારીખ સુધીમાં વલસાડમાં મેઘરાજાએ એન્ટ્રી કરીને નવસારીમાં પણ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. આ વર્ષે ચોમાસું છેલ્લા 8 વર્ષની સરખામણી વહેલું છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંતર્ગત સુરત જિલ્લા હવામાન એકમ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ચોમાસું 5 દિવસ વેહલું બેઠું છે. 1 જૂનના રોજ કેરળમાં ચોમાસાની દસ્તક દે છે પરંતુ આ વર્ષે 3 જૂનના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થયું હતું. પરંતુ બંગાળની ખાડીમાં ઉત્તર તરફ લો પ્રેસર અને અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમના પવનો વધુ તેજ બનતાં નેઋત્વ ચોમાસું ઝડપી બન્યું હતું. મહારાષ્ટ્રના મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતના વલસાડમાં ચોમાસાની એન્ટ્રી 10મી જૂને થઈ હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે.

દર વર્ષે દ. ગુજરાતમાં ચોમાસાનું આગમન 15જૂને થતું હોય છે. જ્યારે આ વર્ષે 5 દિવસ પહેલા આગમન થયું છે. છેલ્લા 8 વર્ષમાં સૌથી વહેલું આગમન થયું હોવાનું હવામાન વિભાગ પાસે મળતી માહતી મુજબ જાણી શકાય છે. ગત દિવસોમાં પણ જિલ્લાના કેટલાક તાલુકામાં વરસાદ પડ્યો હતો. હાલ નેઋૃત્યના પવનને કારણે જિલ્લા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

વરસાદ શરૂ થવાની તારીખ

વર્ષઆગમન
201415 જૂન
201514 જૂન
201622 જૂન
201713 જૂન
વર્ષઆગમન
201824 જૂન
201925 જૂન
202017 જૂન
202110 જૂન

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...