• Gujarati News
  • National
  • 4 Feet Of Water Flowed From Haripura Causeway, Discharged Due To Inflow Of Water Into Kai Dam

નવા નીર:હરિપુરા કોઝવે પરથી 4 ફૂટ પાણી વહ્યા, કાઈ ડેમમાં પાણીની આવક થતાં છોડવામાં આવ્યું

કડોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમના સત્તાધીશો દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે. આજરોજ 1.90 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં તાપી નદીમાં જળસ્તરમાં ઘણો વધારો થયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. બારડોલી તાલુકાના હરિપુરા ખાતે તાપી નદી પર બનાવવામાં આવેલ લોલેવલ પુર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ગુરુવારના રોજ આ કોઝવે પરથી ચાર ફૂટ જેટલું પાણી વહ્યું છે. ઘણા દિવસોથી કોઝવે પાણીમાં ગરક હોય જેથી કડોદની સામે પાર આવેલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જેથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...