તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂર્વ તૈયારીઓ હાથ ધરી:સુરત જિલ્લાની 434 શાળામાં 6થી 8ના 39388 છાત્રો ફરી પ્રત્યક્ષ શિક્ષણ પ્રાપ્ત કરતાં થઇ જશે

કડોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 સપ્ટેમ્બરથી ધો.6થી 8ના વર્ગો શરૂ કરવાના આદેશ બાદ શાળાઓએ પૂર્વ તૈયારીઓ હાથ ધરી

ગુજરાતના શિક્ષણમંત્રી દ્વારા 2 સપ્ટેમ્બરના રોજ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાની જાહેરાત બાદ સુરત જિલ્લાની 434 શાળામાં 39388 વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં જોડાશે. કોરોનાની બીજી લહેર ઓસરતા હવે 9થી 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતાં, જ્યારે હાલ કોરોનાના કેસ કાબૂમાં આવતાં શિક્ષણ વિભાગ દ્વારા 6થી 8ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ મેળવી શકશે.

સુરત જિલ્લામાં આવેલી 434 શાળામાં 39388 વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા શાળામાં જશે. તેમજ ઓનલાઈન વર્ગ પણ ચાલુ જ રહેશે. સરકારના નિર્ણયથી વાલીઓમાં ખુશી છે. સાથે સાથે ત્રીજા લહેર અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. શાળામાં આવતાં પહેલા વિદ્યાર્થીઓ વાલીઓનું સંમતી પત્ર લાવવાનું રહેશે. તેમજ શાળાએ સરકારે જાહેર કરેલ એસઓપીનું શાળાએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

કોઈ બીમાર વિદ્યાર્થી શાળાએ ન આવે તેની તકેદારી જરૂરી
આગામી 2 સપ્ટેમ્બરથી શાળા તો શરૂ થઈ રહી છે, જેના કારણે બાળકો શાળામાં જઈ શિક્ષણ મેળવશે એ સારી બાબતે છે, પરંતુ કોરોના અંગે પણ ચિંતા સતાવી રહી છે. શાળામાં કોઈ બીમાર વિદ્યાર્થી ન આવે તેની તકેદારી શાળા સંચાલકો રાખે એ જરૂરી છે. તમામ વિદ્યાર્થીને પ્રાથમિક પરિક્ષણ બાદ જ પ્રવેશ આપવો જોઈએ. > મહેન્દ્રભાઈ પટેલ,વાલી

વાલીઓની તમામ મૂંઝવણનું નિરાકરણ કરવામાં આવશે
જિલ્લાની શાળામાં 6થી 8નું શિક્ષણ કાર્ય 2 સપ્ટેમ્બરથી શરૂ થશે. જે અંગે શાળાના શિક્ષકો બીઆરસી, સીઆરસી સાથે હું વીડિયો કોન્ફરન્સ કરી એસઓપી અંગે વિસ્તૃત જાણકારી આપીશ. વિદ્યાર્થીઓને શાળામાં લાવવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. વાલીઓની મૂંઝવણનું નિરાકરણ કરવામાં આવશે. > ડો. દીપક દરજી, પ્રાથમિક શિક્ષણાધિકારી, સુરત જિલ્લા

અન્ય સમાચારો પણ છે...