• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Kadod
  • 270 Days Of Vaccination In Surat District, Out Of 12.96 Beneficiaries, 11.49 Lakh People Were Given First Dose At An Average Of 4258 Per Day.

રસીકરણ:સુરત જિલ્લામાં વેક્સિનેશનના 270 દિવસ, 12.96 લાભાર્થીમાંથી 11.49 લાખ લોકોને રોજના 4258 એવરેજથી મુકાયો પ્રથમ ડોઝ

કડોદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16મી જાન્યુઆરીના રોજથી રસીકરણની કામગીરી, પલસાણા તાલુકામાં 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી
  • છેલ્લા 36 દિવસમાં 2,07,286નું રસીકરણ, દૈનિક 5757 લોકોનું વેક્સિનેશન

સુરત જિલ્લામાં કોરોના સામે રક્ષણ આપતી વેક્સિનેશનની કામગીરીને 270 દિવસ પૂર્ણ થઈ ગયા છે. જિલ્લામાં 12.96 લાખ લાભાર્થીઓ પૈકી 11.49 લાખ લાભાર્થીઓએ પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. જિલ્લામાં સરેરાસ રોજના 4258 લોકોને રસી આપવામાં આવી છે. જેમાં સૌથી વધુ વેક્સિનેશન પલસાણા તાલુકામાં 100 ટકા થઈ ચૂક્યું છે. કોરોના કાળ દરમિયાન ભારે તારાજી સર્જી હતી. કોરોનાથી બચવા માટે એક માત્ર ઉપાય વેક્સિનેશન હતો. 16 જાન્યુઆરીના રોજથી સુરત જિલ્લામાં કોરોના સામે રક્ષણ આપતી વેક્સિનને લોકોને આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પહેલા લોકોમાં વેક્સિન બાબતે ખોટી ગ્રંથી બાંધી લેતા ખાસ લોકો આગળ આવતા ન હતા, પરંતુ આ કામગીરીમાં આરોગ્ય વિભાગે સખત મહેનત કરીને છેવાડા લાભાર્થીને લાભ મળે તે માટે સમજાવતા ફાયદો થઈ રહ્યો છે. વેક્સિનેશન શરૂ થયાના 270 દિવસ થયા છે. જિલ્લામાં કુલ 1296553 લાભાર્થીઓ છે. જે પૈકી 1149902 ભાર્થીઓએ પહેલો ડોઝ લઈ લીધો છે. એટલે જિલ્લામાં 89 ટકા વેક્સિનેશન થઈ ચૂક્યું છે.

પ્રતિદિન 4258 ડોઝ જિલ્લામાં અપાઈ રહ્યાં છે. જ્યારે 6 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લામાં 72 ટકા વેક્સિનેશન થયું હતું. ત્યારબાદ આરોગ્ય વિભાગને પૂરતા પ્રમાણમાં રસીનો સ્ટોક અને અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં જનજાગૃતિના કાર્યક્રમો યોજી વેક્સિનેશનને પૂરજોશમાં શરૂ કરતાં 12 ઓક્ટોબર સુધીમાં 82 ટકા વેક્સિનેશન થઈ ચૂક્યું છે. જિલ્લામાં સૌથી વધુ વેક્સિનેશન પલસાણા તાલુકામાં 100 ટકા થઈ ચૂક્યું છે.

તાલુકામાં પ્રતિદિન થેયલ વેક્સિનેશન

તાલુકોપ્રતિદિન
ચોર્યાસી644
કામરેજ711
પલસાણા602
ઓલપાડ672
બારડોલી578
માંડવી515
માંગરોળ508
ઉંમરપાડા198
મહુવા373

જિલ્લામાં વેક્સિનેશનની કુલ ટકાવારી

તાલુકોપ્રથમબીજો
ચોર્યાસી7648
કામરેજ7845
પલસાણા10034
ઓલપાડ8945
બારડોલી9644
માંડવી8432
માંગરોળ9937
ઉંમરપાડા8926
મહુવા9442

​​​​​​​6 સપ્ટેમ્બર સુધીમાં પ્રતિદિન 3831ને રસી
જિલ્લામાં 16મી જાન્યુઆરી 2021ના રોજથી રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે 6 સપ્ટેમ્બર સુધીમાં 73 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. એટલે પ્રતિદિન 3831 લાભાર્થીને રસી આપવામાં આવી હતી. ત્યારબાદ વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં કરતાં છેલ્લા 36 દિવસમાં 207286 લોકોનું રસરણ કરતાં દૈનિક 5757 લોકોનું વેક્સિનેશન થયું છે.

146651 લોકો રસીકરણથી દૂર છે
અત્યાર સુધીમાં 1149902 લાભાર્થીનું રસીકરણ કરી સુરક્ષિત કરી દેવામાં આવ્યા છે. જ્યારે 146651 લોકોનું રસીકરણ બાકી છે જેમને પણ આવનારા દિવસોમાં આવરી લેવામાં આવશે. જિલ્લામાં 463595 લાભાર્થીએ બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. 40 ટકા લોકએ બીજો ડોઝ પણ લઈ લીધો છે. જ્યારે 146651 લોકો રસીકરણથી દૂર છે. જેમને પણ આવનારા દિવસોમાં આવરી લેવામાં આવશે. - ડો. હસમુખ ચૌધરી, જિલ્લા આરોગ્ય અધિકારી

અન્ય સમાચારો પણ છે...