કમુરતામાં લગ્નોનું આયોજન:કમૂરતા બેસી ગયા છતાં એનઆરઆઇ માટે લગ્નના 11 મુહૂર્ત

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

16 ડિસેમ્બરથી સૂર્ય ધનરાશિમાં પ્રવેશતા કમુરતાની શરૂઆત થઈ છે, જેથી લગ્નના આયોજન પર બ્રેક લાગી છે. કમૂરતા 14 જાન્યુઆરી 2022ના રોજ પુરા થયા બાદ પણ શુક્ર અને ગુરુ ગ્રહ અસ્ત હોવાથી લગ્નોના નવા શુભ મુર્હૂત 20 જાન્યુઆરી 2022 બાદ મળી શકશે. પરંતુ એનઆરઆઈ પ્રદેશ એવા બારડોલી તાલુકામાં આવેલા એનઆરઆઈઓ કમુરતામાં ઘણા લગ્નોનું આયોજન કર્યુ છે. ડિસેમ્બર અને જાન્યુઆરીના 11 દિવસોમાં એનઆરઆઈઓ દ્વારા લગ્નોનું આયોજન કર્યું છે.

16 ડિસેમ્બરના રોજ કમુરતાની શરૂઆત થઈ રહી છે. પરંતુ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં એનઆરઆઈના લગ્નો માટે બ્રહ્મણો બુક થઈ ગયા છે. કોરોનાને કારણે ગત બે વર્ષની સરખામણીમાં બારડોલી તાલુકામાં ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં એનઆરઆઈઓ આવ્યા છે. ડિસેમ્બર મહિનાની 19, 20, 21, 22, 24, 25, 26 અને 27 તારીખોમાં સૌથી વધુ લગ્નો છે. આ ઉપરાંત જાન્યુઆરી મહિનાની 8, 9 અને 10 તારીખોમાં પણ એનઆરઆઈઓ માટે લગ્નોના મુહૂર્ત નીકળ્યા છે. જેને લઇ લગ્નો માટે નગરની વા ડીઓ તેમજ ડીજે સહિતનું બુકિંગ પણ થઇ ગયું છે.

સૂર્ય પૂજા થાય તો લગ્નમાં અડચણ નહીં
કમુરતામાં સૂર્ય મકર રાશીમાં જતાં સૂર્યની શક્તિ ઘટતી જાય છે, જેથી લગ્નો પર બ્રેક લાગી જાય છે. પરંતુ એનઆરઆઈઓ સમયના અભાવે લગ્નનું આયોજન કરે છે. પરંતુ લગ્ન પહેલા સૂર્યની પૂજા, ઉપાસના, આહૂતી આપી સૂર્યને બળવાન બનાવામાં આવે તો લગ્ન બાદ કોઈ અડચણ ઊભી થતી નથી. હાલ કમુરતામાં પણ એનઆરઆઈઓ દ્વારા ઘણા લગ્ન લીધા છે. મેઘલભાઈ ભટ્ટ, જ્યોતિષ, બારડોલી

અન્ય સમાચારો પણ છે...