મેઘાના લેખાજોખા:જિલ્લામાં 100.89 % વરસાદ પરંતુ ગત વર્ષ કરતાં 36 % ઓછો

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માંડવી તાલુકામાં 40 % વરસાદની ઘટને લીધે આમલી ડેમ 24 % ખાલી - Divya Bhaskar
માંડવી તાલુકામાં 40 % વરસાદની ઘટને લીધે આમલી ડેમ 24 % ખાલી
  • આ સિઝનમાં પલસાણામાં સૌથી વધુ 1899 MM જ્યારે માંડવીમાં સૌથી ઓછો 911 MM વરસાદ

સુરત જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી હોવાની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વર્ષે 1449 મિમી વરસાદ વરસતા સિઝનનો ક્વોટા તો પુરો થયો છે. પરંતુ ગત વર્ષ કરતાં 759 મિમી ઓછો છે. એટલે 30 ઈંચ ઓછો વરસાદ વરસ્યો છે.

વર્ષ 2021 દરમિયાન હવામાન વિભાગની જાહેરાત પ્રમાણે ચોમાસું સામાન્ય રહ્યું હતું. જૂન માસમાં વરસાદ વરસ્યા બાદ જુલાઈ અને ઓગસ્ટ માસમાં નજીવો વરસાદ થતાં લોકો ચિંતામાં મુકાયા હતાં. પરંતુ સપ્ટેમ્બર માસમાં સારો વરસાદ વરસતા જિલ્લામાં ચોમાસાએ વિદાય લેતા 100.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લામાં સરેરાસ વરસાદ 1436 મિમી વરસે છે. જેની સામે આ વર્ષે 1449 મિમી વરસાદ થતાં જિલ્લામાં 100.86 ટકા વરસાદ વરસ્યો છે. પરંતુ ગત વર્ષે 2208 મિમી વરસાદ વરસ્યો હતો, એટલે ગત વર્ષે સુરત જિલ્લામાં 157.75 ટકા વરસાદ થયો હતો.

જેની સામે આ વર્ષે 100.86 ટકા વરસાદ વરસતા ગત વર્ષની સરખામણીએ 36 ટકા ઓછો વરસાદ પડ્યો છે. સુરત જિલ્લામાં સૌથી ઓછો વરસાદ માંડવી તાલુકામાં 60.42 ટકા વરસ્યો છે. જ્યારે સૌથી વધુ વરસાદ પલસાણા તાલુકામાં 135.83 ટકા થયો છે.

4 વર્ષથી 100 ટકા વરસાદ
જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી 100 ટકા વરસાદ વરસતા જિલ્લાવાસીઓએ રાહત થઈ છે. વર્ષ 2018માં 94.16 ટકા વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ 2019માં 153.69 ટકા, 2020માં 157.75 ટકા વરસાદ વરસ્યો હતો. જ્યારે વર્ષ 2021માં જિલ્લામાં 100.86 ટકા વરસાદ વરસ્યો છે. જેથી છેલ્લા ચાર વર્ષથી જિલ્લામાં પીવાના પાણીની અને સિંચાઈની સમસ્યા રહી નથી.

સૌથી ઓછો વરસાદ માંડવીમાં
સુરત જિલ્લામાં વર્ષ 2021માં સૌથી ઓછો વરસાદ માંડવી તાલુકામાં નોંધાયો હતો. માંડવીમાં એવરેજ 1508 મિમી વરસાદ થાય છે. જ્યારે આ વર્ષે માત્ર 911 મિમી વરસાદ નોંધાતા 1179 મિમી વરસાદની ઘટ નોધાય છે.માંડવીના ઉપરવાસમાં આવેલ ઉંમરપાડા તાલુકામાં પણ 2138 મિમી વરસાદની ઘટ નોધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...