તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી:ગણદેવીમાં જૂની શાકભાજી માર્કેટ પુન: શરૂ કરવા માગ

ગણદેવી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રા. કુમારશાળામાં કામચલાઉ માર્કેટ સદંતર નિષ્ફળ

ગણદેવી નગર મધ્યે આવેલ અને છેલ્લા 100 વર્ષથી ગાયકવાડ સરકારે જ્યાં નગરને શાકભાજી માર્કેટ બનાવી આપ્યું હતું તે શાકભાજી માર્કેટ લોકડાઉન દરમિયાન વિવાદમાં આવતાં સદંતર બંધ કરી દેવાઈ હતી. 

ફેરિયા દ્વારા વેચાતા શાકભાજી મોંઘા પડી રહ્યા હોવાનું પણ નગરજનોએ જણાવ્યું
ગણદેવી કુમારશાળાના મેદાનમાં તેમજ માકલા ફળિયા વિસ્તારમાં નવી બજાર વ્યવસ્થા હંગામી ધોરણે સોશિયલ ડિસ્ટન્સની પદ્ધતિ  મુજબ કરવામાં આવી હતી પરંતુ ગણદેવી પ્રાથમિક કુમારશાળાના મેદાનમાં આ વ્યવસ્થા સદંતર ભાંગી પડી હતી, એક પણ વેપારી શાકભાજી વેચવા છેલ્લા ત્રણ દિવસથી ન બેસતા બુધવારે જુના શાકભાજી માર્કેટમાં વર્ષોથી શાકભાજી વેચતા વેપારીઓએ ગણદેવી પાલિકા પ્રમુખ રમણભાઈ પટેલ, ઉપપ્રમુખ નિલેશભાઈ અને કારોબારી અધ્યક્ષ તેમજ અન્ય સાથે બેઠક કરી જુની શાકભાજી માર્કેટ પુન: શરૂ કરવાની માગણી કરી હતી. જેને પાલિકા પ્રમુખ અને અન્ય એ આ વ્યવસ્થા બને તેટલી ઝડપથી શરૂ કરવાની હૈયા ધરપત આપી હતી. નગરના પશ્ચિમ વિસ્તારના નગરજનોને મુશ્કેલી પડી રહી હોવાથી આ માંગ લાંબા સમયથી કરાઈ રહી હતી. આ અંગે સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાવાઈરસના જે તે નિયમોનું ચુસ્તપણે પાલન થાય એવી ચર્ચા પણ પાલિકા પ્રમુખ અને અન્ય સાથે કરી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. ગણદેવી નગરની અંદર ફેરિયા દ્વારા વેચાતા શાકભાજી મોંઘા પડી રહ્યા હોવાનું પણ નગરજનોએ જણાવ્યું છે. જોકે ગણદેવી નગરના આજુબાજુના ગામમાંથી સીમાંત ખેડૂતો પોતે નગરજનોને સીધા શાકભાજી વેચવા આવતા એક નવી વ્યવસ્થા ઊભી થઈ રહ્યાનું પણ બહાર આવી રહ્યું છે જે જૂના શાકભાજી વેચનારા માટે પડકાર ઊભો થતાં તેઓએ જુના શાકભાજી માર્કેટમાં ફરી વ્યવસ્થા શરૂ કરવાની માગણી કરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો