તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોની પડખે:ચીખલી APMCમાંથી કેરી પાકના યોગ્ય વળતરની આશ, કલેકટર અને જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત

ચીખલી9 મહિનો પહેલા
 • કૉપી લિંક

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોની પડખે રહી ખેડૂતોના કેરીના પાકના નિકાલ બાબતે અને વેપારીને પરમિશન અંગે ચોક્કસ ગાઈડલાઈન કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટર અને જિલ્લા રજીસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી છે. ચીખલી તાલુકા કાર્યકારી કોંગ્રેસ પ્રમુખ શૈલેશભાઈ એન.પટેલ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે એપીએમસી માર્કેટમાં કેરીનો પાક લેવામાં આવશે. એપીએમસી માર્કેટ દ્વારા નિયુક્ત કરેલા વેપારીને જ કેરીનો પાક ખરીદવા પરવાનગી આપવામાં આવશે. જો આમ થાય તો ચીકુના પાકમાં ખેડૂતોની હાલત થઈ  જેમાં એપીએમસીના નિયુક્ત કરેલા વેપારીઓએ તેમના મનમાની કરેલા ભાવો ખેડૂતોને આપ્યા હતા. એમના જાણીતા ખેડૂતોને વ્યવસ્થિત ભાવો આપ્યા હતા અને બીજા ખેડૂતોનુ ભાવો અંગે શોષણ કરવામાં આવ્યું હતું. ચીકુના પાક કરતા કેરીના પાક વધુ પ્રમાણમાં હોય અને ખેડૂતોની સંખ્યા પણ વધુ હોય તો અન્ય વેપારીઓને પણ પરમિશન આપવામાં આવે અને ખેડૂતોને તેમના કેરીના પાકનું યોગ્ય વળતર મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો