તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનના લગ્ન:લોકડાઉનમાં શરતોને આધીન સપ્તપદીના સાત ફેરા , ના બેન્ડ બાજા, નાહીં બારાતી

ચીખલી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ના બેન્ડ બાજા, નાહીં બારાતી...ખુશીયો કી સોગાત લેકે, લો ચલે હમ...
 • વિજલપોરમાં બે અલગ-અલગ જગ્યાએ અને વાંસદાના ચાંપલધરા ગામે જાહેરનામાના પાલન સાથે લગ્ન સમારોહ યોજાયા

લોકડાઉન ચાલી રહ્યું છે, નવસારી જિલ્લામાં અનેક લગ્ન લોકડાઉનના પગલે મોકૂફ રાખવામાં આવ્યા છે. લગ્નોત્સુક કેટલાક યુગલોએ લોકડાઉનમાં સરકારી નીતિનિયમોને આધારે પ્રભૂતામાં પગલાં પાડી રહ્યા છે. નવસારી જિલ્લામાં પણ કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાને આધિન ગાઈડલાઈનનું પાલન કરી વાંસદાના ચાંપલધરા ગામે લગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં વર-વધુ સાથે મહત્તમ 20 વ્યક્તિઓને હાજર રહેવા મંજૂરી અપાઇ હતી. ડીજે પર પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો.
20 વ્યક્તિની હાજરીમાં લગ્ન કરવા માટે 10 શરતોનું પાલન કરવું ફરજિયાત
{ સક્ષમ અધિકારી તરફથી સૂચના, હુકમો માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
{ લગ્ન પ્રસંગમાં હાજર તમામ વ્યક્તિઓએ ફેસ માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવાની રહેશે અથવા હાથ સાફ કરવા સાબુની વ્યવસ્થા સાથે સ્વચ્છતા જાળવવાની રહેશે.
{ લગ્ન પ્રસંગનું સ્થળ ભવિષ્યમાં હોટસ્પોટ કે કન્ટેઇનમેન્ટ જાહેર થાય તો પરવાનગી રદ કરાશે. 
{ ડિસ્પોઝેબલ માસ્ક પહેરીને પ્રવેશતા વ્યક્તિઓ માસ્ક ગમે ત્યાં ફેંકે નહીં તેની કાળજી લેવાની રહેશે તેમજ ડિસ્પોઝેબલ માસ્કના નિકાલ માટે બાયો મેડિકલ વેસ્ટના મેનેજમેન્ટની ગાઈડલાઈન મુજબ ડસ્ટબીનની વ્યવસ્થા કરવાની રહેશે.
{ લગ્ન પ્રસંગનો સમય સવારે 7થી સાંજે 4 કલાક સુધી રાખવાનો રહેશે.
{ લગ્ન પ્રસંગમાં વર-વધુ પક્ષના મહત્તમ 20 વ્યક્તિ હાજર રહી શકશે.
{ લગ્ન પ્રસંગમાં હાજર તમામ વ્યક્તિને આરોગ્યસેતુ એપ ડાઉનલોડ કરી સમજૂતી કરવાની રહેશે.
{ હોટસ્પોટ અને સંક્રમિત વિસ્તાર તરીકે જાહેર થયેલા વિસ્તારમાંથી વ્યક્તિઓને લગ્ન પ્રસગમાં બોલાવી શકાશે નહીં અને આકસ્મિક ચકાસણી દરમિયાન જો કોઈ પકડાય તો અરજદાર સામે ફોજદારી કાર્યવાહી કરાશે.
{ એવા તમામ વિસ્તારો કે જયાં વ્યક્તિના સ્પર્શ વધારે થતા હોય એવા દરવાજાનું હેન્ડલ, રેલીગ જેવા સ્થળોનું 1% સોડિયમ હાઈપોક્લોરાઈટથી દરરોજ ડીસઇન્ફેક્શન કરવાનું રહેશે.
{ 10 વર્ષના નીચેના બાળકો, 65 વર્ષથી ઉપરના વ્યક્તિઓ,સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક અસ્વસ્થતા ધરાવતા લોકો લગ્નમાં હાજર રહી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો