તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી:આજથી ચીખલીના ગામોના કેન્દ્રો પરથી કેરીની ખરીદી

ચીખલી9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને યોગ્ય વળતર આપવા આયોજન

એપીએમસીમાં કેરીના ખરીદી માટે વેપારીઓને પરમિશન આપવાની સાથે ગાઈડલાઈન નક્કી કરવામાં આવી હોય ત્યારે તાલુકાના પીપલગભણ, સોલધરા સહિત કેટલાક ગામોમાં પણ આજથી કેરીનું વેચાણ ખેડૂતો કરી શકશે.

સોશિયલ ડિસ્ટનસિંગની સાથે કોરોના સામે સાવચેતીના પગલાંનો અમલ કરે એપીએમસીના હોદેદારો દ્વારા આ બાબતે વેપારીની પરમિશન આપવાની સાથે ગાઈડલાઈન નક્કી કરવામાં આવી હતી. એ જ પ્રમાણે કેરીની લે-વેચ માટે પૂરતી વ્યવસ્થા ગોઠવાઈ જાય અને ખેડૂતોને કોઈ મુશ્કેલી નહી પડે તે અંગે આયોજન કરવામાં આવ્યું છે. ગુરૂવારથી તાલુકાના સોલધરા, પીપલગભણ ગામમાં કેરી ખરીદી માટે વેપારીઓને પરવાનગી આપવામાં આવી છે. ચીખલી એપીએમસીના ચેરમેન કિશોરભાઈ દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે એપીએમસી ખેડૂતોના હિતમાં જ નિર્ણય લે છે ત્યારે લોકડાઉનમાં પણ ખેડૂતોના યોગ્ય વળતર મળી રહે એ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખેડૂતો પણ કેરી વેચાણ કરતી સમયે સોશિયલ ડિસ્ટનસિંગની સાથે કોરોના સામે સાવચેતીના પગલાંનો અમલ કરે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો