તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દર્દીની સેવા સૃશ્રુષા અને દર્દમાંથી બહાર લાવવા માટેની કામગીરી કરતા નર્સિંગ સ્ટાફનો કોરોના દરમિયાન સમગ્ર દેશ ઋણી બની ગયો છે. 12મી મે ના રોજ નર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કોરોના સામે જંગ લડવા સાથે બાળકને જન્મ આપનારી નર્સ નવસારી જિલ્લાના ટાંકલ ગામની 23 વર્ષીય રશ્મિ પટેલની ફરજ નિષ્ઠાને બિરદાવવી રહી.
ટાંકલના રશ્મિ પટેલ નર્સ તરીકે ચીખલીની ખાનગી હોસ્પિટલમાં બાળ વિભાગમાં સેવા આપતા હતા. તેઓ સગર્ભા હોય ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી રજા ઉપર હતા. સગર્ભા હોય અને ડિલિવરીના દિવસો નજીક હોય ત્યારે તેમના નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી સાવચેતીના ભાગરૂપે કોરોનાનો રિપોર્ટ કરાતા પોઝિટિવ આવ્યો હતો, પરંતુ કર્મે પરિચારિકા હોય નીડરતા લોહીમાં વહેતી હતી. જરાપણ હતાશ થયા વગર પોઝિટિવ હોવા છતાં બાળકને જન્મ આપ્યો અને તેની હિંમત સામે કુદરતે પણ સાથ આપ્યો અને બાળકનો રિપોર્ટ નેગેટિવ આવતા માતાની હિંમત બેવડાઇ ગઇ. તેમણે કોરોના સામે સારવાર લઈ લડત ચાલુ રાખી અને કોરોનાને માત આપી હતી. એક નારીશક્તિનું ઉદાહરણ પૂરું પાડી કોરોના સામે લડત લડતી મહિલાઓને નવી રાહ ચીંધી છે.
મારી ખુશીનો પાર નથી
કોરોના સામેની સારવાર બાદ હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઇ છું. મારા પુત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો એટલે મારી ખુશીનો પાર નથી. ડોકટરની સલાહનું પાલન કરી રહી છું.> રશ્મિ પટેલ, ટાંકલ
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.