તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ચીખલી APMCમાં કેરી આવી, ગત વર્ષ કરતા મોડુ આગમન, કેસરના પ્રતિ મણના 660 થી 1100, લંગડાનો 1400નો ભાવ

ચીખલી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના વાઈરસને લઈને લોકડાઉન વચ્ચે ચીખલી એપીએમસી  કેરીની આવકનો આ વર્ષે અખાત્રીજની જગ્યાએ મોડો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ દિવસે કેસર, લંગડો, દશેરી કેરીનું આગમન થયું હતું, જે ખરીદીમાં વેપારીઓએ રસ દાખવ્યો હતો. સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટ અને તકેદારી મુજબ આ વર્ષે પણ ચીખલી એપીએમસીમાં કેરીના આ વર્ષના ભાવો સાથે ખરીદી કરવામાં આવી હતી. જેમાં કેસર કેરીના પ્રતિ 20 કિલોના રૂ. 660થી 1100 સુધી ભાવ બોલાયા હતા. લંગડાના રૂ. 1400નો ભાવ બોલાયો હતો. દશેરી કેરીના એક નંબરના રૂ. 1050થી 2090, બે નંબરના રૂ. 500થી 950 અને ત્રણ નંબરના રૂ. 100થી 450ના ભાવ બોલાયા હતા. કોરોના વાઈરસની મહામારી વચ્ચે ખેડૂતો વેપારીઓના મતે  કેરીના પાકનું  ઉત્પાદન આ વર્ષે ઓછું છે ત્યારે  સિઝન કેટલો સમય ચાલશે અને ખેડૂતોને કેસર કેરીના કેવા ભાવ મળશે એ તો સમય જ બતાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો