તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:પ્રશ્નોનું નિરાકરણ ન થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન, વાંસદાના ધારાસભ્યનો રાજ્યપાલને પત્ર

ચીખલી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા નર્મદા જિલ્લામાં આદિવાસીઓના વિસ્થાપિત સહિતના મુદ્દા સાથે રાજ્યપાલને લેખિત રજૂઆત કરવાની સાથે આ બાબતે 31મી મે સુધીમાં હકારાત્મક નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

આદિવાસીઓના પ્રશ્નને લઈ સતત લડત ચલાવી રહેલ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા રાજ્યપાલને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા પોતાના વહીવટીતંત્ર મારફત નર્મદા જિલ્લાના કેટલાક ગામોમાંથી આદિવાસીઓને વિસ્થાપિત કરવાનું જઘન્ય, અમાનવીય,અને ગેરબંધારણીય કૃત્ય કરી રહેલ છે, ભારત દેશના વિકાસ માટે નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારની સંલગ્ન યોજના, સરદાર સરોવર યોજના, દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર જેવી અનેક અમાનવીય યોજનાથી આદિવાસીઓના અસ્તિત્વ પર મરણતોલ ઘા પડતો જાય છે, જેના લીધે અસરગ્રસ્ત આદિવાસીઓની હજારો વર્ષ જૂની અમૂલ્ય સંપત્તિ, પ્રકૃતિ સંપદા અને અસ્મિતા કબ્રસ્તાનમાં હોમાઈ ગઈ છે. આદિવાસીઓના પ્રશ્નોને લઈ રાજ્યપાલને લેખિત રજૂઆતની સાથે ધારાસભ્ય પટેલ દ્વારા ચીમકી ઉચ્ચરવામાં આવી છે કે આ આદિવાસીઓના મુદ્દે રજૂઆત કરવામાં આવી છે તે બાબતે 31મી મે 2020 સુધીમાં હકારાત્મક નિરાકરણ નહીં આવે તો આદિવાસી સમુદાય ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની સાથે આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો