તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ગણદેવી અને બીલીમોરાથી 235 શ્રમિકો બિહાર પટના જવા રવાના, સ્પેશિયલ ટ્રેનમાં બેસાડાયા

બીલીમોરા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવસારી રેલવે સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેનમાં બેસાડાયા

કોરોના લોકડાઉનને પગલે સમગ્ર દેશમાંથી અલગ અલગ રાજ્યોના શ્રમિકો તેમના વતન જવા રવાના થયા છે. જેમાં ગણદેવી તાલુકામાંથી ગુરુવારે 235 શ્રમિકો 9 બસો દ્વારા નવસારી રેલવે સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેન દ્વારા બિહારના પટના ખાતે જવા રવાના થયા હતા.

ગુરૂવારે બીલીમોરા નગર પાલિકા વિસ્તારના 60 શ્રમિકોનું મેડિકલ સ્ક્રિનિંગ કરાવ્યું હતું. શ્રમિકો બે બસમાં વિદાય અપાઇ હતી. જ્યારે ગણદેવી સુગર ફેક્ટરી પરિસરમાં ગણદેવી ગ્રામ્ય વિસ્તારના 165 શ્રમિકો અને ગણદેવી પાલિકા વિસ્તારના 10 શ્રમિકો મળી ગુરુવારે  ગણદેવી તાલુકામાંથી 7 બસમાં 235 શ્રમિકોએ નવસારી થઈ સ્પેશિયલ ટ્રેન દ્વારા વતન બિહાર જવા રવાના થાય હતા. તેમને વિદાય કરવા અને તેઓ હેમખેમ તેમના વતન પહોંચે તે માટે શુભેચ્છા સાથે નવસારી સાંસદ સી.આર.પાટીલ, બીલીમોરા પાલિકા પ્રમુખ મનિષ નાયક, પ્રજ્ઞેશ પટેલ, મનહર પટેલ, સુનિલ પટેલ,  યતિન મિસ્ત્રી સહિત અગ્રણી, આરોગ્ય ટીમ પાલિકા કર્મચારીઓ અને પોલીસ ટીમ હાજર રહી હતી. જેમાં સરકારના દિશાનિર્દેશનું પાલન કરાયું હતું.

જ્યારે વાંસદા તાલુકાના ઉનાઇ પંથકમાં રહેતા અને છેલ્લા કેટલાક સમયથી અટવાઇ પડેલા બિહારના પટના જતા 8 જેટલા પરપ્રાંતિય શ્રમિકોને એસટી બસ દ્વારા ગુરૂવારે નવસારી રેલવે સ્ટેશન મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓ બિહાર જતી ટ્રેન દ્વારા પોતાના વતન જશે. વતન પરત ફરતા શ્રમિકોના મુખ ઉપર વતન જવાની ખુશી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો