કાર્યવાહી:બારડોલીમાં યુવતીની સતર્કતાથી ATM કાર્ડ ચોરનાર ઝબ્બે

બારડોલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મશીનમાં ફસાયેલો યુવતીનો ATM કાર્ડ કાઢ્યા બાદ અન્ય કાર્ડ પધરાવી ભાગ્યો, લોકોએ પકડી મેથીપાક આપ્યો

બારડોલીના ગાંધીરોડ પર રેમન્ડ શોરૂમની સામે આવેલ એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયેલી યુવતીનો એટીએમ કાર્ડ મશીનમાં ફસાઈ ગયો હોય. જેથી પાછળ ઊભેલ ચોરે યુવતીને મદદના બહાને કાર્ડ બદલી નાંખ્યો હતો. જે અંગેની જાણ થઈ જતાં યુવતીએ બૂમાબૂમ કરતાં ત્યાં હાજર યુવકોએ ચોરને પકડી પાડી મેથી પાક આપ્યો હતો.

બારડોલી નગરના કેશરકુંજ સોસાસયટીમાં રહેતી કિષ્ના મહિડા નામની યુવતી ગાંધીરોડ પર રેમન્ડ શોરૂમની સામે આવલ સેન્ટ્રલ બેંકના એટીએમ સેન્ટરમાં રૂપિયા ઉપાડવા માટે આવી હતી. યુવતીનો કાર્ડ મશીનમાં ન જતાં પાછળ ઊભેલા ચોરે પૂછતાં જણાવ્યું કે દબાણપૂર્વક નાંખો ત્યારબાદ યુવતીનો કાર્ડ ફસાઈ ગયો હતો.

જેથી યુવતી બાજુમાં આવેલ દુકાનદારને પૂછવા ગઈ હતી, કે કાર્ડ ફસાઈ ગયો છે. બેંકનો નંબર છે. આ દરમિયાન પાછળ ઊભેલો ચોર યુવક કાર્ડ કાઢી નાંખ્યો હતો. ત્યાં યુવતી આવી જતાં ચોર યુવકે બીજો કાર્ડ આપ્યો હતો. યુવતીએ જણાવ્યું કે આ કાર્ડ મારો નથી. જેથી યુવક ત્યાંથી ભાગવાની કોશીશ કરી હતી.

યુવતીએ બૂમાબૂમ કરતાં ત્યાં હાજર યુવકોએ ચોરનો પીછો કર્યો હતો. આ દરમિયાન ઉમંગ રાવલ નામના યુવાને ચોરને ઝડપી પાડ્યો હતો. ચોર પકડાતા જ ત્યાં હાજર લોકો ટોળુ વળી જતાં મેથી પાક ચખાડ્યો હતો. આ અંગેની જાણ પોલીસન થતાં ઘટના સ્થળે આવી ચોરને પોલીસ મથકે લઈ ગઈ હતી. ચોર પાસે 18 જેટલા અન્ય એટીએમ કાર્ડ મળી આવ્યા હતા.

ગઠિયો આ રીતે લોકો સાથે ઠગાઇ કરે છે
પહેલા ચોરે કાર્ડ ફસાય જાય તેવું મશીન ફીટ કરી દીધુ હતું. યુવતી રૂપિયા ઉપાડવા ગઇ તો ગઠિયાએ તેની પાછળ એટીએમ પીન જાણવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી બાજુની દુકાનમાં પુછવા ગઇ ત્યારે ગઠિયાએ મશીનમાં ફસાયેલો કાર્ડ કાઢી યુવતીને બીજો કાર્ડ પધરાવ્યો હતો. પરંતુ યુવતીએ બુમાબૂમ કરી મુકતા લોકોએ ગઠિયાને ઝડપી પાડી મેથીપાક આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...