તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી રીતે પ્રકૃતિ પુજન:વદેશિયા ગામમાં 1 કિમીના માર્ગ પર 250 વૃક્ષો ઉછેરી ગામને સુશોભિત બનાવતા યુવાનો

બારડોલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રકૃતિ પૂજક માંડવી તાલુકાના વદેશિયા ગામની ગ્રીન ટીમ અને પંચાયતનાં સહકારથી 3 વર્ષથી વૃક્ષા રોપણ કરી તેની જાળવણી કરવાની કામગીરી કરવામાંનાવી રહી છે, ગામનાં યુવાનો દર રવિવારે ભેગા થઈને રોપેલા વૃક્ષોમાં પાણી આપે છે, હાલમાં જ આ વૃક્ષોને ઠંડીની અશર ઓછી થાય તેમજ અન્ય જીવાત તેનાં પર ચઢીને તેને નુકશાન ન પોહચાડે તેવા ઉદ્દેશ્યથી વૃક્ષોને ગેરૂ અને ચૂનો મારીને સુશોભિત કરવામાં આવ્યાં હતા.

ગામના 1 કિમી રસ્તાની બન્ને બાજુ 250થી વધું વૃક્ષો ત્રણ વર્ષથી કાળજી લેવાય છે, દર વર્ષે નવા વૃક્ષોનું વાવેતર કરવાનું ચાલું છે. ગ્રીન ટીમનાં ઉત્સાહથી ગામનાં તમામ કામો સરળ થઈ જાય છે, ગામના ઉત્સાહી યુવક મિતુલ ચૌધરીના જણાવ્યા મુજબ ગામને ગ્રીન બનાવવામાં ગામના તમામ યુવકોની મહેનત છે.

ગામને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શુસોભીત કરવાની કામગીરી કરી ગામની કાયાપલટ કરવાનું કામ યુવકો કરી રહ્યા છે. પુસ્તકાલય પણ વિદ્યાર્થિવર્ગ માટે શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો