• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • Youngsters Built Small Ayodhya Ram Temple In Bardoli, More Than 5 Thousand Devotees Bought Tickets To See The Replica, The Donation Amount Will Go Towards The Construction Of The Temple

બારડોલીના ગણેશોત્સવમાં 'જય શ્રી રામ'!:યંગસ્ટર્સએ બનાવ્યું નાનું અયોધ્યા રામ મંદિર; પ્રતિકૃતિ જોવા 5 હજારથી વધુ ભક્તોએ ટિકિટ ખરીદી, દાનની રકમ મંદિર નિર્માણમાં અપાશે

બારડોલી24 દિવસ પહેલા

વિઘ્ન હર્તા ભગવાન ગણેશજીનો ઉત્સવ હાલ ચાલી રહ્યો છે. ત્યારે બારડોલી નગરમાં ગોપાલ નગર ગણેશ મંડળમાં ઉત્સવ સાથે ભક્તિનો રંગ જોવા મળ્યો હતો. મંડળના સભ્યો દ્વારા અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. જેને જોવા માટે નજીવો ટિકીટનો દર પણ રાખવામાં આવ્યો છે. ત્યારે આ 10 દિવસ દરમિયાન ટિકિટના દર તેમજ અન્ય દાનની એકત્ર થયેલ તમામ રકમ ગણેશ મંડળ દ્વારા અયોધ્યા રામ મંદિરના નિર્માણ કાર્યમાં મોકલવામાં આવશે.

મંદિરને ખાસ લાઈટીંગથી ડેકોરેશન કરવામાં આવ્યુ
મંદિરને ખાસ લાઈટીંગથી ડેકોરેશન કરવામાં આવ્યુ

યુવક-યુવતીઓએ મહિનાઓ પહેલાથી તૈયારી શરૂ કરી
વિઘ્ન હર્તા ભગવાન ગણેશજીનો ઉત્સવ આવે એટલે હર્ષોલ્લાસ સાથે 10 દિવસ સુધી ઉજવણી કરાય છે. જ્યારે ગણેશ મંડળોમાં વિવિધ પ્રકારના સુશોભન પણ કરાય છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલી નગરમાં એક એવું આયોજન કરાયું છે. જેમાં અનોખી ભક્તિનો માહોલ જોવા મળ્યો છે. ગોપાલ નગરમાં ગણેશ મંડળ દ્વારા અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે અને ભક્તિનો માહોલ ઉભો કરાયો છે. દર વર્ષે લોકોમાં ઉત્સવ સાથે જાગૃતિ આવે તે માટે મંડળ દ્વારા જાગૃતિ રૂપ આયોજન કરાય છે. ગોપાલ નગરમાં રહેતા યુવક-યુવતીઓએ મહિનાઓ પહેલાથી અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી.

પ્રતિકૃતીને નિહાળવા માટે ટિકિટ ખરીદીને પણ લોકો પહોંચ્યા
પ્રતિકૃતીને નિહાળવા માટે ટિકિટ ખરીદીને પણ લોકો પહોંચ્યા

પ્રતિકૃતિને નિહાળવા રખાઈ ટીકીટ
ગણેશ ઉત્સવમાં ગોપાલ નગર ગણેશ મંડળ દ્વારા આયોજનમાં અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિને જોવા માટે નજીવા દરે ટીકીટ પણ રાખવામાં આવી છે. જ્યારે રામ મંદિર નિહાળવા આવતા લોકોના ટીકીટના જે પૈસા ભેગા થાય તે મંડળ દ્વારા રામ મંદિરના નિર્માણ કાર્યમાં આપી દેવાનું નક્કી કર્યું છે. જેનાથી બારડોલી પંથકમાં સરાહના પણ થઈ રહી છે. ગણેશ ઉત્સવ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ ગણેશ પંડાલોમાં મોંઘા દાટ ખર્ચાઓ કરી વિવિધ સજાવટ કરાય છે. ત્યારે આ વર્ષે રામ મંદિરને કેન્દ્રમાં રાખીને ડેકોરેશન કરવામાં આવ્યું હતું.

એકત્ર થયેલ તમામ રકમ રામ મંદિરના નિર્માણ કાર્યમાં અપાશે
એકત્ર થયેલ તમામ રકમ રામ મંદિરના નિર્માણ કાર્યમાં અપાશે

4 દિવસ દરમિયાન 5 હજારથી વધુ લોકોએ પ્રતિકૃતિને નિહાળી
ગોપાલ નગર ગણેશ મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલ અયોધ્યા રામ મંદિરને નિહાળવા લોકો ગામે ગામથી આવી રહ્યા છે. જેને નિહાળવા મંડળ દ્વારા માત્ર 5 રૂપિયાનો નજીવો દર રાખવામાં આવ્યો છે. અત્યાર સુધી લગભગ 5 હજાર જેટલી ટિકિટોનું વેચાણ થયું છે. અને 10 દિવસ દરમિયાન મંડળ પાસે ટિકિટનું જેટલું ભંડોળ એકત્ર થશે તે તમામ ભંડોળ અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણ કાર્યમાં દાન પેટે મોકલી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...