આત્મહત્યા:હોમ લોનના હપ્તા ન ભરાતા ચિંતિત વોચમેને ફાંસો ખાધો

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવાનું ભારણ વધી જવાના કારણે ઘરના હપ્તા નહી ભરાતા ટેન્શનમાં આવી તાતિથૈયાની ડાઈકોટ મિલમાં વોચમેને મિલમાં જ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. તાંતીથૈયાની દાઈકોટ મિલના વોચમેન તરીકે ફરજ બજાવતા અને જોળવા ગણેશ રેસીડેન્સી ખાતે રહેતા અશોક ભીમશિંગ રાજપૂત( 50) પોતે બીમાર હતો અને પાંચ મહિના પહેલા ઓપરેશન કરાવવાને કારણે આર્થિક ખર્ચ વધી ગયો હતો સાત મહિનાથી નોકરીએ જઈ શકતો નહીં જે દરમિયાન ઘરની લોનના હપ્તા વધી જતા માનસિક તણાવમાં રહેતો હતો દરમ્યાન બુધવારના રોજ તાંતિથૈયા ગામે કોહિનૂર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માં આવેલી ડાઈકોટ ટેકનોટેક્સ મિલમાં નાઇટ ડ્યુટી દરમિયાન મીલના મેઇન ગેટની દિવાલ ઉપર દરવાજાની ગરગડી લોખંડના એન્ગલ સાથે દોરડા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. આ ઘટનાની જાણ કડોદરા પોલીસને થતાં પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...