તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:ઉમરપાડા, માંડવી અને મહુવા તાલુકામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાશે

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ઉજાગર કરવાના ભાગરૂપે તા.૯મી ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. જળ, જમીન, જંગલ અને પર્યાવરણ સાથે જોડાયેલ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા સમગ્ર રાજ્યના વિવિધ આદિવાસી જિલ્લાઓમાં ૯મી ઓગસ્ટના રોજ આદિવાસી દિનની ઉજવણી કરવાનું નિર્ધારિત કરાયું છે.

માંડવી હાઈસ્કુલ ખાતે વિશ્વ આદિવસી દિવસની ઉજવણી
સુરત જિલ્લામાં જુદા જુદા સ્થળોએ આદિવાસી દિવસની ઉજવણી થશે. તા.9મીના રોજ પ્રવાસન, મત્સ્યોદ્યોગમંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને સવારે 10.00 વાગે ઉમરપાડા તાલુકાની મામલતદાર કચેરી ખાતે તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજયમંત્રીશ્રી ધમેન્દ્રસિંહ જાડેજા અધ્યક્ષસ્થાને માંડવી હાઈસ્કુલ ખાતે વિશ્વ આદિવસી દિવસની ઉજવણી થશે. આ ઉપરાંત મહુવા તાલુકાના માલીબા સાંસ્કૃતિક ભવન, જે.એચ.ભકત હાઈસ્કુલના કંપાઉન્ડમાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન થયું છે. એમ પ્રાયોજન વહીવટદાર માંડવી દ્વારા જણાવાયું છે.

વ્યારા અને કુકરમુંડામાં પણ ઉજવણી થશે
તાપી જિલ્લામાં વ્યારા ખાતે ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલમાં મંત્રી આર.સી.ફળદુ અને કુકરમુંડા મામલતદાર કચેરી તાલુકા સેવાસદન ખાતે સવારે 9.30 કલાકે મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતીમાં વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના આયોજન અંગે આજે કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમા સંભવિત સંક્રમણને ધ્યાનમાં રાખી સરકારની માર્ગદર્શિકા મુજબ નિયત પ્રોટોકોલ સાથે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીનું આયોજન કરવા સબંધિત અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા.આ પ્રસંગે જિલ્લાના આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓ, પ્રગતિશીલ ખેડૂતો, રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટ્સમાં ઝળકેલા ખેલાડીઓનું બહુમાન કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ ઉત્કર્ષ યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભોના ચેકો, અધિકારપત્રો તથા કીટનું વિતરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...