તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વિશ્વ વસ્તી દિન નિમિત્તે વર્કશોપ યોજાયો

બારડોલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર વિશ્વમાં 11મી જુલાઈના રોજ વસ્તીદિનની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગતમુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરીએ દિપ પ્રાગટય કરીને વિશ્વ વસ્તી દિનના વર્કશોપને ખુલ્લો મુકયો હતો. ઉજણવી અંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.એમ.લાખાણીએ પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા વસ્તી નિયંત્રણ અંગેની વિગતો આપી હતી. જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન જેનીશભાઈ ભાવસારે વસ્તી વધારો દેશના વિકાસમાં અવરોધરૂપ હોવાનું જણાવીને સૌને દેશની વસ્તી વધારાની સમસ્યા ઉપર કામ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, માત્ર એક દિવસ નહી પણ સમગ્ર વર્ષ દરમિયાન નિયમિત રીતે કુટુંબ કલ્યાણ અંગેના કાર્યક્રમો કરવાની હિમાયત કરી હતી.

રાજય સરકાર દ્વારા વિશ્વ વસ્તી દિન નિમિત્તે સુત્ર આપવામાં આવ્યું છે કે, આપદામાં પણ કુટુંબ નિયોજનના તૈયારી સક્ષમ રાષ્ટ્ર અને પરિવારની સંપૂર્ણ જવાબદારી તેને સાર્થક કરવા તા.27મી જુનથી તા.10મી જુલાઈ સુધી દંપતિ સંપર્ક પખવાડીયામાં વિવિધ પ્રવૃત્તિ તમામ પ્રા.આ.કેન્દ્રોમાં યોજીને વિશ્વ વસ્તી દિન/પખવાડીયા ઉજવણી-2021 કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાલુકા હેલ્થ ઓફિસરો, તમામ તાલુકાના સુપરવાઝરો, જિલ્લાકક્ષાના ડીયુપીસી નિતિનભાઈ તેમજ ડી.એસ.આઈ. ભગવતીભાઈ પટેલ તથા ડી.ડી.એમ. જીતુભાઈ હજાર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...