દુર્ઘટના:બલેશ્વરમાં બીજા માળેથી પટકાયેલા કામદારનું મોત

પલસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડોદરા નગર ખાતે રહેતા અને બલેશ્વર ગામે એક કંપનીના બાંધકામની સાઇડ ઉપર કામ કરતા એક યુવાન શનિવારના રોજ બીજા માળેથઈ નીચે પડી જતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો હતો જ્યાં ટુકી સારવાર બાદ તેનુ મોત નીપજ્યુ હતુ.

મળતી માહીતી અનુસાર પલાસાણા તાલુકાના કડોદરા નગર માં આવેલ નીલમ હોટલની પાછળના ભાગે રહેતા અને મુળ દાહોદના વતની અલ્પેશભાઇ રતનાભાઇ સંગાડ (18) જેઓ શનિવારના રોજ બલેશ્વર ગામે આવેલ રાજહંસ ટેક્ષપાર્ક કંપનીમાં ચાલતી બાંધકામની સાઇડ પર હતા . ત્યારે અચાનક બીજા માળેથઈ પગ લપસી જતા તેઓના શરીરે ગંભીર ઇજાઓ થતા તેઓને તાત્કાલીક કડોદરા ની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા .

જ્યાં તેઓને ટુકી સા૨વા૨ બાદ મોત નીપજ્યુ હતુ . ત્યારે આ અંગે પલસાણા પોલીસે ગુનો નોધી આગળની તજવીજ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...