રાહત:અંત્રોલી-કોસમાડા માર્ગ પર નવી સ્બેલ ડ્રેઇનનું કામ શરૂ, ચોમાસામાં સતત ગરક રહેતા પુલિયા પરથી વાહનો તણાવાની ઘટનાઓનો અંત આવશે

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લાના અંત્રોલી કોસમાડા રોડ પર નવી સ્લેબ ડ્રેઈન નિર્માણ કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. હોવાથી આ રસ્તા પરથી વાહનોને 31/03/2022 સુધી પસાર થવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સમય દરમ્યાન ડાઇવર્ઝન કરેલ માર્ગ આ મુજબ રહેશે જેમાં કોસમાડીથી અંત્રોલી તરફ જતા વાહનો ઓવિયાણ લાડવી હરિપુરા થઇ અંત્રોલી તરફ જઈ શકશે. કોસમાડીથી સુરત તરફ તથા અંત્રોલી તરફ જતા વાહનો છેડછા થઇ સુરત તરફ જઈ શકશે.

અંત્રોલીથી કોસમાડા તરફ આવતા વાહનો હરીપુરા, લાડવી, ઓવિયાણ થઇ કોસમાડી જઈ શકશે. અંત્રોલીથી કોસમાડા તરફ આવતા વાહનો છેડછા થઇ કોસમાડી તરફ જઈ શકશે. આ હુકમનો ભંગ કરનાર વાહનચાલક શિક્ષાને પાત્ર થશે.

કામગીરીને લઇ 31 માર્ચ સુધી અંત્રોલી-કોસમાડા માર્ગનો વાહન વ્યવહાર ડાયવર્ટ
​​​​​​​ચોમાસાના 4 મહિના માંથી અંદાજિત 3 મહિના પાણીમાં ગરકાવ રહેતો આ અંત્રોલી ગામથી કોસમાડા તરફ જતા પુલ જર્જરીત હાલમાં હતો તેમજ ચોમાસાના ગળાડૂબ પાણી પુલ ઉપરથી પસાર થાય છે સંખ્યાબંધ વખત ચોમાસામાં અહીંથી પસાર થતા કારચાલક અજાણતા આ પુલપરથી પસાર થવા જતા અને ધસમસતા પાણીમાં ખેંચાઈ જતા જોકે સદ્દનસીબે અને ગામના યુવાનોની સમય સુચકતાને કારણે અહીં કોઈ જાનહાનિ થઈ નથી અંત્રોલી ગામ તરફથી ધારાસભ્યથી લઈ સાંસદ સભ્ય સુધી આ પુલના નિર્માણ અંગેની રજુઆત કરી હતી છેલ્લા કેટલાક વર્ષોથી વારંવારની રજુઆતના અંતે તંત્રએ ધ્યાને લઇ પુલની નિર્માણ કાર્ય મંજુર કરતા ગામજનોએ હાશકારો અનુભવો હતો.

અન્ય સમાચારો પણ છે...