તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:વીજપોલ ખસેડવાની રજૂઆત બાદ કામ અધૂરુ છોડી દેવાયું, સેવણીમાં તત્કાલ કામ નહીં થાય તો ખેડૂત અનશન કરશે

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કામરેજ તાલુકાના નગોડ ગામના ખેડૂતે દ.ગુ. વીજ કંપની સેવણી પેટા વિભાગીય કચેરીમાં ખેતીવાડીની લાઈનનો વીજપોલ ખસેડવા બાબતે લેખિતમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ વીજ કંપનીએ અધૂરી કામગીરી છોડી દેતા ખેડૂતને ઘણા સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી ખેડૂતની સહનશક્તિ ખૂટી છે. અંતે તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ નહિ લાવે તો, વીજ કચેરી પર અનશન પર બેસવાની ચીમકી આપી છે. નગોડ ગામના ખેડૂત તરુણભાઈ આઈ પટેલ સેવણી દ.ગુ. વીજ કંપની પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેરને લેખિતમાં ફરિયાદ કરી છે, જેમાં જણાવ્યા મુજબ દેઠલી (શામપુરા) ખાતે આવેલા છીતુભાઈ ભગાભાઈ પટેલના નામે ચાલી આવતી બ્લોક નંબર-57 વાળી ખેતીની જમીનમાં ખેતીવાડીના વીજપોલ ઉભા કરેલા હોય, જેને ખસેડવા બાબતે ખેડૂતે અગાઉ કચેરીમાં લેખિત ફરિયાદ કરી હતી.

ત્યાર બાદ કચેરીમાંથી ટીમ આવી વીજતાર છોડવાની કામગીરી કરી હતી. પરંતુ વીજપોલ ખસેડી લાઈન નાખવાની કામગીરી કરી ન હતી, જેથી કરીને ખેતીના પાકના આયોજન માટે મુશ્કેલી ઉભી થઇ છે. વીજ કચેરીમાં વારંવાર જણાવવા છતાં ધ્યાન આપવામાં આવતું નથી. સહનશક્તિ પણ ખૂટી જતાં આખર સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગણી કરી છે.

આ કામ બાબતે તાત્કાલિક અસરથી કોટેશન કઢાવી, જલ્દી કામ પુર્ણ કરવા જણાવેલ છે. જો આ કામ સમયસર ન કરવામાં આવે અને ખેતી પાક ઉભો કરવામાં મુશ્કેલી ઉભી થાય કે નુકશાની આવશે તો, તેની સંપૂર્ણ જવાબદારી કચેરીની રહશે અને કચેરીમાં જ ઉપવાસ ઉપર બેસવા જણાવેલ છે. વીજ કચેરીએથી કામ બાબતે ખેડૂતો પૂછવા જતાં સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. ઉડાઉ જવાબો આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...