તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવારજનોનો હંગામો:બારડોલીની ઉમરાખ હોસ્પિટલમાં રાત્રે અવારનવાર જનરેટર બંધ થતાં ઓક્સિજનના અભાવે મહિલાનું મોત; 3 દિવસમાં 2 દર્દીના બેદરકારીથી મોત

બારડોલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
હોસ્પિટલમાં પરિવારના હોબાળા બાદ મામલો પોલીસે થાળે પાડ્યો. - Divya Bhaskar
હોસ્પિટલમાં પરિવારના હોબાળા બાદ મામલો પોલીસે થાળે પાડ્યો.
 • ત્રણ દિવસમાં કોરોના પોઝિટિવ 2 દર્દીઓના ઓક્સિજનના અભાવે મોત
 • હોસ્પિટલની બેદરકારીથી મોત થયુંના આક્ષેપ સાથે પરિવારે બપોર સુધી લાશનો કબજો ન લીધો

બારડોલીમાં આવેલ ઉમરાખ હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓની સારવાર આપવામાં આવે છે, જ્યાં હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. મંગળવારના સવારે ઊંભેળ ગામના દશામાં મંદિરના ગાદીપતિ જાગૃતિબેન મનસુખભાઇ વસાવાનું મોત નીપજયું હતું.

પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો
રાત્રે અવારનવાર જનરેટર બંધ થતાં આઈ.સી.યુ.ના દર્દીઓની સપોર્ટિંગ સિસ્ટમ બંધ થઈ હતી. હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવને લીધે મોત થયું હોવાના પરિવાર જનોએ આક્ષેપ કરતા ઑક્સિજન નથી એવી હોસ્પિટલના સંચાલકોએ જાણ પણ ન કરતાં હોસ્પિટલની બેદરકારીને લીધે મોત થયું જણાવ્યું હતું. મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇન્કાર કરી હોસ્પિટલમાં હોબાળો કરી દર્દીના મોત અંગે ખુલાસો માંગ્યો હતો. માહોલ ગરમાતા બારડોલી પી.આઈ સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો. હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી ઑક્સિજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન આવતો હોવાના લીધે 2 દર્દીઓના મોત થયા હોવાના આક્ષેપ કરાયો હતો. બપોરે આખર બારડોલી મામલતદાર હોસ્પિટલ પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

ગાદીપતિ જાગૃતિબેનના પરિવારજનો અને તેમના ભક્તોના જણાવ્યા મુજબ સવારે 7 વાગે જાગૃતિબેન જોડે વાત ચિત કરી હતી અને તેઓ સ્વસ્થ હતા અને 8 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં અફરા તફરીનો માહોલ જણાતા ફરી આઈ.સી.યુ. માં જાગૃતેબેનને જોવા જવા માટે કોશિશ કરી પરતું ફરજ પરના સ્ટાફે અંદર સારવાર ચાલે છે અને જવાશે નહીં, એમ જણાવ્યુ હતું. બહારથી જોતાં હોસ્પિટલના કર્મચારીઓ પમ્પિંગ કરી રહ્યા હતા અને થોડીવારમાં જ સમાચાર આવ્યા કે જાગૃતિબેનનું ઑક્સિજન ન મળવાને કારણે મોત થયું છે.

આટલું જાણતા જ પરિવાર અને ભક્તોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ બારડોલી પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે આવી મામલો થાળે પાડ્યો હતો અને પરિવાર સાથે સમજાવટ બાદ પરિવારજનોએ બપોરે 2 વાગ્યા પછી મૃતદેહ સ્વીકાર્યો હતો. જોકે, મૃતકોના પરિવારજનોના કરેલા આક્ષેપ બાબતે જાણવા હોસ્પિટલના ડોકટર અજય પટેલનો મોબાઈલ પર ઘણી વખત સંપર્ક કરવા છતાં સ્વીચ ઓફ આવ્યો હતો.

બેદરકારીથી જ મારા માસીનું મોત
ઉમરાખ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના લીધે મારા માસીનું મોત થયું છે. સાથે જ તે સમયે કોઈ જવાબદાર ડોક્ટર પણ હોસ્પિટલમાં હાજર ન હતા. હોસ્પિટલની બેદરકારીથી જ મારા માસી જાગૃતિબેનનું મોત થયું છે. તંત્ર હોસ્પિટલ સામે યોગ્ય કાર્યવાહી કરે એવી માંગ છે. - બીપીન વસાવા, ઉંભેળ, મૃતકના ભાણેજ

હોસ્પિ.માં જનરેટર ચાલુ કરવા સ્ટાફ નથી
રવિવારે રાત્રે 20થી વધુ વખત જનરેટર બંધ થતાં મને આવડતું હોવાથી ચારથી પાંચ વખત જાતે ચાલુ કરવા દોડીને ગયો હતો. છતાં પિતાનો જીવ બચાવી શક્યો ન હતો. હોસ્પિટલમાં તબીબ જ હાજર રહેતા નથી. માત્ર વિઝિટર ડોક્ટરો જ આવે છે, હોસ્પિટલની બેદરકારીથી જ મારા પિતાનું મોત થયું છે. હાલ મારી માતા પણ આજ હોસ્પિટલમાં છે. હોસ્પિટલ સંચાલકો સામે કાર્યવાહી થવી જોઈએ. - સુરેશ ગામિત, વ્યારા, મૃતકના પુત્ર

ટીએચઓને તપાસ સોંપવામાં આવશે
હોસ્પિટલની બેદરકારીના લીધે દર્દીના મોત થયા હોવાના આક્ષેપો બાદ હોબાળો થતાં, હોસ્પિટલ ખાતે આવી મૃતક જાગૃતિબેનના પરિવારને સમજાવતા મૃતદેહ સ્વીકાર્યો હતો. સાથે ઘટના અંગે તટસ્થ તપાસ તાલુકા હેલ્થ ઓફિસરને સોંપવાના આદેશ પણ આપવામાં આવશે. -જિજ્ઞાબેન પરમાર, મામલતદાર બારડોલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો