બેદરકારી:તબિયત બગડતા ડૉક્ટરને બોલાવ્યા તો આવવા ના પાડી, મહિલાને પેરાલીસીસ થયા બાદ મોત

માયપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક મહિલાના પુત્રએ તબીબ સામે બેદરકારી બદલ ગુનો નોંધવા માંગ કરી

વાલોડ તાલુકાના બુહારી ખાતે એક મહિલાને ગભરામણ થતાં પરિવારજનો સ્થાનિક ફેમિલી તબીબને બોલાવવા જતાં તબીબે ઘસીને ના પાડી દીધી હતી.  સમયસર યોગ્ય સારવાર ન મળતા પ્રેસર લો થતાં મહિલાને પ્રથમ પેરાલિસિસ અને ત્યારબાદ મંગળવારે મરણ થતાં ડોકટરની બેદરકારી સામે રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીને  કાર્યવાહી માટે લેખિત ફરિયાદ મહિલાના પુત્રએ કરતા તબીબ સામે ગુનો નોંધવા માંગ કરી છે. બુહારીમાં મોટેભાગે તબીબો બહારગામથી આવી સ્થાયી થયાં છે. બુહારી તથા આસપાસના ગામડાઓના લોકો રાત્રિ દરમિયાન  તબિયત ખરાબ થાય ત્યારે તબીબોના દરવાજા ખટખટાવે છે. ત્યારે મોટેભાગે તબીબો સારવાર આપતાં નથી કે ઉઠી સીધો જવાબ પણ મળતું નથી. 15મીના રોજ  બુહારી ખાતે વાણીયાવાડમાં રહેતાં પ્રવિણાબેન શાહને તબિયત બગડતાં અને ગભરામણ થતાં બુહારીના એક તબીબને ત્યાં તેમનો પૌત્ર અને સમાજના અગ્રણી તબીબને બોલાવવા ગયા હતાં. ત્યારે સર્વ હકીકત જણાવી હતી, પરંતુ તબીબે નફફટાઇથી તપાસણી માટે ના પાડી દીધી હતી. સમય વધુ વિતતા પ્રવિણાબેનને પેરાલીસીસ થઈ જતાં સપ્તાહની અંદર મૃત્યુ થયું છે.

તબીબની બેદરકારીને કારણે પ્રવિણાબહેનનું મરણ થયું હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે. તબીબ વિરુદ્ધ સુનીલભાઇ ડાહ્યાભાઇ શાહે એ. એ. પઠાણ પીસીએન્ડપી એનડીટીસેલ ગુજરાત રાજયના મેડિકલ ઓફિસર સમક્ષ તબીબના ગેરવર્તણૂંક, ફરજમાં બેદરકારી માટે ફરિયાદ કરી છે. 

ઓનલાઇન ફરિયાદ કરી છે
સુનીલભાઇ ડાહયાભાઇ શાહના જણાવ્યા મુજબ કાયમી તબીબ હોવા છંતા તબીબ તપાસણી અર્થે ન આવ્યાં જે બેદરકારીને કારણે પેરાલીસીસ થઈ ગયો હતો. આખરે મરણ થયું છે, આ અંગે ઓનલાઈન ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...