તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય વિભાગની બેદરકારી:વાલોડની મહિલાને બીજો ડોઝ લીધા વિના જ મેસેજ આવી ગયો કે, ‘તમારું વેક્સિનેશન થઇ ગયું છે’

માયપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોન પર ખોટો મેસેજ મળતા વાલોડની મહિલા મુંઝવણમાં

હાલ કોરોના રસીકરણ જોરશોરથી થઇ રહ્યું છે ત્યારે વાલોડના દેસાઈ ફળિયામાં રહેતા નયનાબેન સતિષભાઈ શાહ તા. 05/03/2021ના રોજ વાલોડ ખાતે જમનાબેન વાડીમાં પહેલો ડોઝ લીધો હતો. જે બાદ દ્વારા આરોગ્ય વિભાગને વારંવાર પૂછપરછ કરતા કોરોનાના 84 દિવસ પછી બીજી વખતની રસીકરણ આવશે એમ જણાવ્યું હતું, ત્યારે તેમના ભારે આશ્ચર્ય વચ્ચે સરકાર દ્વારા તારીખ 24/06/2021 ના રોજ તેમના મોબાઈલ પર એક મેસેજ સરકાર તરફથી મળ્યો હતો કે નયનાબેનનો બીજી રસીકરણ સફળતાપૂર્વક થઇ ગયું છે.

આ અંગે કણજોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પૂછપરછ કરતા એક નર્સ દ્વારા જણાવ્યું હતું કે એ તો એવી રીતે થયા કરે, એ રીતનો ઉડાઉ જવાબ નયનાબેનને આપવામાં આવ્યો હતો. રસીકરણની નોંધ માટે આધાર કાર્ડ અને મોબાઈલ જોઈએ ત્યારે આ રસીકરણની નોંધ એ પણ એક તપાસનો વિષય બન્યો છે. મોબાઈલ પર આવેલ લિંક ખોલતાં મોબાઈલ પર એક પ્રશ્ન પુછાયો કે તમને રસીકરણ કરવામાં આવ્યું છે જેના જવાબમાં ના લખતા પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવ્યું નહિ. જો હા લખવામાં આવ્યું હોત તો રસીકરણ પ્રમાણપત્ર પણ ઇસ્યુ થઇ ગયું હોત.

અન્ય સમાચારો પણ છે...