બિસમાર માર્ગ:3 વર્ષમાં જ બારડોલીના લિંકરોડના સળિયા દેખાવા માંડ્યા

બારડોલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તુટેલા માર્ગને કારણે અકસ્માતની સાથે વાહનોને નુકસાન થવાની દહેશત

બારડોલી પાલિકાએ અલંકાર સીનેમાથી પસાર કેનાલની બન્ને તરફ 4 કરોડના ખર્ચે RCC માર્ગનું કામ કરવામાં આવ્યું હતું. જેમાં બને માર્ગના કામમાં સામ્યતા જોવા મળે છે. એક તરફનો માર્ગ સારો છે, જ્યારે બીજી તરફનો માર્ગનું કામ ખરાબ થયું છે. માર્ગને ખુલ્લો મુક્તા જ તૂટવાનું શરૂ થયું હતું. માત્ર થોડા સમયમાં જ જર્જરિત બન્યો છે. હાલની કન્ડિશન એક તરફની માર્ગની જોતા જંગલ વિસ્તારના આંતરિક માર્ગ પણ સારા કહી શકાય. સડીયા બહાર આવી ગયા છે. કોન્ક્રીટ તૂટી રહ્યું છે. ખાડાઓ પડી ગયા છે.

રસ્તાની ગુણવત્તાનું સર્ટી ચકસવાની જરૂર છે. કેનાલના માર્ગ પરથી પસાર વાહનોની આર્થિક રીતે નુકશાન થઈ રહ્યું છે, ખાડાઓમાં ટાયર અને રીગને અસર થઈ રહી છે. ચોમાસુ નજીક હોવા છતાં પાલિકાના પ્રમુખ સહિત પદાધિકારીઓ ગંભીરતા દાખવી નથી. અગાઉ શાસકોએ થોડા ખાડામાં રિપરિંગના નામે થિંગડા મારીને, વહીવટી ઉપણને છુપાવવાની કોશિશ કરી કહીએ તો ખોટું નથી.

સીસી રોડ પર ડામર રસ્તો બનવવાનું આયોજન કરવાના હોવાનો પણ ખુલાસો કરતાં હતાં. પરંતુ હકીકતમાં કશું થઈ શક્યું નથી. માત્ર નગરજનોને હેરાન કરવામા આવી રહ્યા છે. પાલિકાના સત્તાધીશો નગરજનોના હિતને ધ્યાનમાં રાખવામાં નિષ્ક્રિય જણાઈ રહ્યા છે, પાલિકા પ્રભારી કમલેશભાઈ પટેલ નગરના પ્રાથમિક સુવિધાના કામો શરૂ કરાવા સક્રિયતા દાખવવામાં આગળ આવે એવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...