તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણયની અસર:ધો.12ની પરીક્ષા રદ થવાથી હોશિયાર છાત્રોએ કહ્યું અમને નુકસાન, વાલી કહે છે આરોગ્યની દ્રષ્ટીએ નિર્ણય યોગ્ય

બારડોલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાના SSC બાદ હવે HHCની પરિક્ષા પણ રદ થતાં કહી ખુશી કહી ગમનો માહોલ

ગુજરાત સરકાર દ્વારા ધો. 10 ના વિધ્યાર્થીઓની પરીક્ષા રદ કરાયા બાદ ધો. 12 ની પરીક્ષા લેવા બાબતે સરકાર અવઢવમાં હતી. એક તબક્કે તો મુખ્યમંત્રીએ ધો.12 ની પરીક્ષા લેવામાં આવશે જ એવી જાહેરાત પણ કરવામાં આવી હતી, અને મંગળવારે સાંજે રાજ્ય સરકારે ધો.12 ની પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કર્યું હતું, બાદમાં કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ધો 12 cbscની પરીક્ષા રદ કરાતા બુધવારે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં ધો. 12 ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાતા જિલ્લાના વિધ્યાર્થીઓ તેમજ વાલીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.

સ્વાસ્થયને ધ્યાનમાં રાખી નિર્ણય યોગ્ય
કોરોના મહામારીમાં ધો. 12ની બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી રદ કરી જે નિર્ણયથી ખુશી છે. હવે પછી કોલેજમાં એડમિશન માટે અને neetની પરિક્ષાના માર્ક જ મહત્વના હોવાથી ફરી આ પરીક્ષાઓની તૈયારી કરીશું. > ખુશી કોકણી, વિદ્યાર્થીની

આખુ વર્ષ મહેનત કરી, પણ ફળ નહીં મળે
આખું વર્ષ મહેનત કરી હતી. 90 ટકાથી વધુ મળવાની આશા હતી. સારા ટકા મેળવી ઉચ્ચ અભ્યાસ કરવાની ઈચ્છા હતી. પરંતુ પરિક્ષા જ ન લેવાતા મહેનતનું ફળ પ્રાપ્ત થશે નહીં. મારી ગણતરી પણ અન્ય વિદ્યાર્થીની સરખામણીમાં થશે.> જનક ત્રીવેદી, વિદ્યાર્થી

હોશિયાર છાત્રોનું ભવિષ્ય જોખમમાં
સરકારે લીધેલા નિર્યણને કારણે હોશિયાર વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં છે. હવે મારે એડમિશન કઈ રીતે લેવું તે અંગે પણ મુંજવણ છે. > રાહુલ ગામીત, વિદ્યાર્થી

છાત્રોનું ટેલેન્ટ ખોવાઇ જશે
સરકારે નિર્ણય લેવામાં ઉતાવળ કરી છે. પહેલા કાર્યક્રમ જાહેર કર્યો અને ત્યારબાદ પરિક્ષા રદ્દ કરી જેના કારણે હોશિયાર વિદ્યાર્થી પર માનસિક અસર પડે છે. આખુ વર્ષ પરિશ્રમ કરીને તૈયાર કરી છે. તે વિદ્યાર્થીઓ માટે નિરાશા જનક સમાચાર છે. હોશિયાર વિદ્યાર્થી માટે નિર્યણ યોગ્ય નથી. બધા વિદ્યાર્થી પાસ થતા હોશિયાર વિદ્યાર્થીનું ટેલેન્ટ ખોવાઈ જશે.> ભાસ્કર શાહ, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ, ઉપપ્રમુખ

અન્ય સમાચારો પણ છે...