કોરોના અપડેટ:જિલ્લામાં નવા 3 કેસ મળતાં એક્ટિવ કેસ 10 પર પહોંચ્યા

બારડોલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારડોલીમાં 1 અને ચોર્યાસીમાં 2 કેસ

સુરત જીલ્લામાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું ચ્હે ત્યારે જીલ્લામાં ફરી બારડોલીમાં 1 અને ચોર્યાસીમાં 2 કોરોના દર્દીઓ મળી કુલ નવા 3 કોરોના દર્દીઓ રવિવારના રોજ નોંધાયા છે. નવા નોંધાયેલા 3 દર્દીઓ સાથે જીલ્લામાં કુલ 32152 દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે જ્યારે 31656 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી છે.

જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ કોરોનાથી અત્યાર સુધી જીલ્લામાં કુલ 486 દર્દીઓના મોત થયા છે તો હાલ જીલ્લામાં 10 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ રાખવામા આવ્યા છે. તાપી જિલ્લામાં કોરોના દર્દીઓમાં આજે તા 03 જી ઓક્ટોબરના દિવસે કોરોનાનો નવો કોઇ કેસ ન નોંધાતા ભારે રાહત છે.હાલ માત્ર એક જ વ્યક્તિ પોઝિટિવ આવતા તે મહિલા સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...