બારડોલી નગરજનોને ઉત્તરાયણના તહેવારમાં પતંગના દોરથી સુરક્ષાને ધ્યાનમાં રાખી પાલિકાએ તલાવડીથી શરુ કડોદ માર્ગના પાલિકાની હદવિસ્તાર સુધીની સ્ટ્રીટ લાઈટના પોલ પર વાયર(તાર) બાંધવાનું કામ શરૂ કરાયું છે. જેથી રસ્તા પરથી પસાર થતી સમયે પતંગનો દોરો વાયર પર લટકી વાહન ચાલકો માટે ઘાતક બની શકે નહીં. પાલિકાએ નગરજનોની સુરક્ષાનું ધ્યાન રાખી સારો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉત્તરાયણપર્વમાં ખાસ કરી મોટરસાયકલ સવાર માટે પતંગનો દોરો ઘણો ઘાતક બનતો હોય છે. ગળા કપાવાથી જાન પણ ગુમાવવાની ઘટનાઓ બની છે. તાજેતરમાં નગરમાંથી પસાર કડોદ રોડ પર તલાવડીથી ધામદોડનાકા સુધીનો માર્ગ નવીનીકરણ થતા ડિવાઈડર અને સ્ટ્રીટ લાઈટની સુવિધા કરી છે. ત્યારે આ માર્ગ પર પણ લોકોની અવર જ્વર વધી હોવાથી, ઉત્તરાયણ પર્વ પતંગના દોરથી વાહન ચાલકોને થોડી સુરક્ષા મળી રહે, જેના કારણે પર્વ સમયે કોઈ દુર્ઘટના નહિ સર્જાય, એવા આશયથી બારડોલી નગરપાલિકાના સીઓ વિજય પરીખે આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખી તલાવડીથી ધામદોડ નાકા સુધી અંદાજીત 2 કિંમી માર્ગની ડિવાઈડરની સ્ટ્રીટ લાઈટના પોલ સાથે વાયર બાંધવાનું શરૂ કરાવ્યુ છે.
જેથી પતંગનો દોરો માર્ગ પર પડે નહીં, વાયર પર અટકી જતા, વાહન ચાલકો માટે થોડી સેફટી મળી રહે. નગરમાં અગાઉ મુખ્ય માર્ગ, ગાંધીરોડ, સહિત વાયર બાંધવામાં આવ્યા હતા. જોકે હાલ નગરના મુખ્યમાર્ગો પર સીસી કેમેરા હોવાથી વાયર પોલ સાથે બાંધેલ હોવાથી તકલીફ નથી. પાલિકાએ નગરજનોની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.